આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલ વિવિધ યોજનાઓ અંગે લોકો સુધી માહિતીગાર કરી તેમજ ચાલી રહેલ વિવિધ યોજનાઓ નાં ચેક વિતરણ નો કાર્યક્રમ યોજયો…
લોકો ને સરકાર સુધી નહિ , પરંતુ સરકાર લોકો સુધી પહોંચી લોકો ને મદદરૂપ થવાનો સરકાર શ્રી નો હેતુ…
યાત્રાધામ અંબાજી ખાતે સરકાર શ્રી નાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા ૧૮ થી ૨૦ નવેમ્બર સુધી આત્મનિર્ભર ગ્રામ યાત્રા અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં જિલ્લા ભર નાં 66 તાલુકા પંચાયત માં આ રથ ફેરવી ને લોકો ને સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પાડવાનો અને યોજનાઓ અંગે ની સમજણ પૂરી પાડી ને લોકો સુધી પહોંચવાનો મુખ્ય હેતુ રહેલો છે .
અંબાજી ખાતે આજ રોજ આવી પહોંચેલા આ રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક , ગ્રામ વાસીઓ ને સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ અંગે ની માહિતી આપવામાં આવી હતી તેમજ અન્ય જે યોજનાઓ નાં ફોર્મ અંબાજી ગ્રામ થી ભરાયા હતા તેમને ચેક વિતરણ નો કાર્યક્રમ યોજી જે તે લાભાર્થીઓ ને ચેક આપવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસ ચલાવવામાં આવેલ આત્મ ગ્રમનિર્ભર યોજનાનો આજ છેલ્લો દિવસ પૂર્ણ થયો.
અંબાજી પ્રહલાદ પૂજારી