Latest

દેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટરના અઘ્યક્ષસ્થાને યોજાઈ

દેવભુમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે કલેક્ટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરએ વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન(વાસ્મો)ના જિલ્લા યુનિટ અંતર્ગતના ધરમપુર, હર્ષદપુર, નેશ વિસ્તારમાં પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. વધુમાં ગ્રામ પંચાયતો દ્વારા પાણી વેરા વસૂલાત અને ‘નલ જલ મિત્ર’ તાલીમ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

‘વિશ્વ શૌચાલય દિવસ’ના ઉપલક્ષમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર તેમજ કલેક્ટર જી. ટી. પંડ્યાના હસ્તે સફાઈ મિત્રોનું સન્માન, શૌચાલય સહાય માટે લાભાર્થીને મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમિતિના સદસ્યઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *