Latest

કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું કરાયું ઉદ્ઘાટન

એબીએનએસ, હિંમતનગર, હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સાબર ડેરીના રૂ. ૨૧૦ કરોડના ખર્ચે ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આ કેટલ ફીડ પ્લાન્ટનો પ્રારંભ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહારનો પુરવઠો વધુ માત્રામાં મળશે. એટલુ જ નહી,

શ્રી ભુરા કાકાએ ૬૦ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે. ૧૯૭૬ની શરુઆતથી લઇને આજના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ ૨૦૦૦ મેટ્રીક ટન સાબર દાણનું ઉત્પાદન શકય બન્યું છે.

આ પ્રસંગે શ્વેત ક્રાંતિની વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી એ કહ્યું કે, શ્વેત કાંતિની શરૂઆત શ્રી ત્રિભુવન કાકાએ કરી હતી. શ્વેત ક્રાંતિને કારણે ગુજરાત નહીં વિશ્વભરમાં એક સહકારિતા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

દેશમાં થતા દૂધ ઉત્પાદનની વાત કરતા અમિત શાહે કહ્યું કે, વર્ષ ૧૯૭૦માં માથાદીઠ ૪૦ ગ્રામ પ્રતિ વ્યક્તિ દુધ ઉપલબ્ધ થતું હતું, જ્યારે આજે ૨૦૨૩- ૨૦૨૪માં સમગ્ર દેશમાં માથાદીઠ ૧૬૭ ગ્રામ દૈનિક દુધ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આમ, વૈશ્વિક સરેરાશ દુધ ઉત્પાદન ૧૧૭ ગ્રામ છે, જેના કરતાં ભારતની સરેરાશ વધારે છે જે સહકારી માળખાના કારણે શક્ય બન્યું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અમિત શાહે પ્રાકૃતિક ખેતી પર ભાર મુકી સમાજનું સ્વાસ્થ અને આવક વધારવા અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પ્રાકૃતિક કૃષિની વાત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિનું કારણ બનવાની છે. આ પ્રાકૃતિક ખેતી લોકોને કેન્સર, ડાયાબિટીસ અને બીપીથી મુક્ત બનાવશે.એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહિલા પશુપાલકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરતા કહ્યું કે, મહિલા પશુપાલકોએ જીવામૃત નાખીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ. પહેલા વર્ષે નફો થોડો ઓછો થશે પણ બીજા અને ત્રીજા વર્ષે સરભર થઈ જશે.

ત્રિભોવન કાકાએ શરૂઆત કરી ત્યારે કલ્પના ન હતી કે અમૂલનું ટર્ન ઓવર ૬૦ હજાર કરોડ પહોંચશે એમ પ્રાકૃતિક ખેતીનું બજાર ૧૦ લાખ કરોડના વૈશ્વિક બજારને આંબશે. એટલું જ નહીં દુનિયાથી સૌથી મોટી ખાદ્ય પદાર્થની બ્રાન્ડ કોઇ હોય તો એ અમૂલ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ અવસરે સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,અત્યાર સુધી સાબરડેરીના દાણ પ્લાન્ટમાં રોજ અંદાજે ૧૨૫૦ મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થતું હતું. હવે રૂ. ૨૧૦ કરોડના ખર્ચે ૩૫,૦૮૭ સ્ક્વેર મીટરમાં નવીન કેટલફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં હવે રોજનું વધુ ૮૦૦ મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થશે.

આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સાબર ડેરીમાં દુધ ભરાવનાર વિવિધ મંડળીઓ અને પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચોધરી, કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુ સિંહ પરમાર સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, રાજ્યસભા સાંસદ મયંક નાયક તેમજ મેનેજિંગ ડિરેક્ટર સુભાષચંદ્ર પટેલ, વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને સાબર ડેરીના બોર્ડ ઓફ મેમ્બર્સ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *