અંબાજી: ગુજરાત અને દેશભરમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા દાંતા તાલુકામાં ધન્વંતરી રથ આરોગ્ય વિભાગ તરફથી મુકવામાં આવ્યા છે આ રથ નું મુખ્ય કાર્ય લોકો ને આરોગ્ય ની દવાઓ અને ઉકાળા પૂરું પાડવા માટે કરાય છે ત્યારે અંબાજી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસ મા 47 લોકો ના કોરોના ટેસ્ટ રેપિડ કીટ થી કરવામાં આવ્યા હતા જેમાં એક ભાઈ ને કોરોના પોઝેટીવ આવ્યો હતો, આ અગાઉ 6 લોકો ના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા , આમ કુલ 53 લોકો માથી 52 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા
આજે અંબાજીના બ્રહ્નમપુરી વિસ્તારમા હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે રવિવાર અને સોમવાર ના રોજ બે દિવસ મા કોરોના ટેસ્ટ કરવાની કામગીરી ચાલુ કરાઈ હતી જેમાં રવિવારે પ્રથમ દિવસે 27 લોકો ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં અંબાજી ના એક ભાઈ ને કોરોના પોઝેટીવ આવ્યો હતો અને આજે સોમવારે 20 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા કોઈ પોઝેટીવ કેસ આવ્યો ન હતો આ બાબતે ડોકટર તુષાર નિશાત,દાંતા, આરોગ્ય વિભાગ દ્રારા મીડિયા ને માહિતી આપવામાં આવી, હાલ અંબાજી ખાતે વધુ એક કોરોના એક્ટિવ કેસ નોધાયેલ છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું
રિપોટ બાય સંજીવ રાજપૂત