bhavnagarBreaking NewsCrimeGujarat

દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલે નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૬/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, ભાવનગર, દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી દિનેશભાઇ સડથાભાઇ ડોળશીયા રહે.રાજપરા(ગોપનાથ) તા.તળાજા જી.ભાવનગરવાળો ભુખરા કલરનું પેન્ટ તથા જેકેટ પહેરીને દેવાયત આપા ચોક ડુંગર જવાના રસ્તે ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તળજા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. આ અંગે દાઠા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે તજવીજ કરવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં આરોપીઃ-દિનેશભાઇ સડથાભાઇ ડોળશીયા ઉ.વ.૩૬ રહે.રાજપરા(ગોપનાથ) તા.તળાજા જી.ભાવનગર

નાસતાં-ફરતાં આરોપીને પકડવાના બાકી ગુન્હોઃ-ભાવનગર,દાઠા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૪૨૪૦૧૫૪/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ, ૧૧૬ બી મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *