Breaking NewsCrime

અંબાજી છાપરી પોલીસ આવી ફરી વિવાદમાં!

ઉત્તરપ્રદેશનું કાશી સમગ્ર વિશ્વમા ધર્મનગરી તરીકે ઓળખાય છે જયારે જગ વિખ્યાત અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે અંબાજી ધામ આસપાસ બંને તરફ રાજસ્થાન રાજ્યની સરહદ આવેલી હોઈ અહીં બંને રાજ્યની પોલીસ ચોકી આવેલી છે .અંબાજી આવતા લોકો રાજસ્થાન તરફ આબુ અને અન્ય સ્થળે ફરવા અને દેવ દર્શન કરવા જતા હોય છે, ત્યારે પરત અંબાજી તરફ આવતી વખતે ગુજરાત છાપરી પોલીસ ચોકી પર આવા ગુજરાતી યાત્રીકો સાથે ખુબજ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે અને છાપરી બોર્ડર પર ચીંગમ ની જેમ ચોંટીને બેસેલા હોમગાર્ડ જવાનો ઉઘરાણા કરી રહ્યા છે અને ગુજરાત પોલીસનું નામ બદનામ કરી રહ્યા છે આવોજ એક બનાવ 15 મે ના રવિવાર સવારે 11 વાગે બન્યો હતો.
છાપરી ગુજરાત પોલીસ ચોકી પર જુના અડિંગો જમાવીને બેસેલા પોલીસ જવાનો સાથે રોજે રોજ ખાનગી ડ્રેસ મા હોમગાર્ડ જવાનો જોવા મળે છે જેઓ દરેક ગાડીઓ રોકાવીને યાત્રીકો પાસે એન્ટ્રી માંગી રહ્યા છે .જો કોઈ લગ્ન કરીને આવતુ હોય તો વરરાજાની ગાડી અને જાનૈયાની ગાડીઓ પાસે મોટી રકમ લેવાતા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે .આ ચેક પોસ્ટ ના સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ચેક કરવામાં આવે તો અહીં ચાલતી લીલા બહાર આવી જાય.જીલ્લા પોલીસવડા આ ચેક પોસ્ટ પર અચાનક વિઝીટ કરે તો પણ સત્ય હકીકત બહાર આવી જાય તેમ છે.

@@ નવા આવેલા પીઆઇ ધવલ પટેલને બદનામ કરવાનું કાવતરું ! @@

થોડા સમય પહેલા જ અંબાજી પીઆઇ તરીકે ચાર્જ સંભાળનાર ધવલ પટેલને બદનામી મળી રહી છે કારણકે તેમના તાબા હેઠળ આવતા પોલિસ સ્ટેશન ના જવાનો ઉઘરાણા કરી રહ્યા છે.15 મે ના સવારે 11 વાગે છાપરી પોલીસ ચોકી પર જવાન દ્વારા 4000 રૂપિયા લેવામા આવ્યા છે અને આ યાત્રીકો પોતાની સાથે થયેલી ઘટના કહેવા પણ તૈયાર છે.છાપરી બોર્ડરના તમામ જવાનોની ઉચ્ચ લેવલની તપાસ બેસાડવામાં આવે તો મોટો પર્દાફાશ થઇ શકે છે.
નડિયાદના એક યાત્રીક પાસે ધાક-ધમકી આપી ચાર હજાર પડાવ્યા શું પોલીસ કર્મી ધમકીમાં એવું કીધું હતું કે જો તમે પૈસા આપો નહિતર તમારી ગાડી ડીટેન કરી દેવામાં આવશે.

@@ થોડા સમય અગાઉ કયા અધિકારીએ 3 પેટી દારૂ સામે 50000નો તોડ કર્યો !@@

અંબાજી પોલીસ સ્ટેશનમા ઘણાં સમયથી રહેલા અને ત્યારબાદ ફરીથી અગાઉના એસપી પાસે અંબાજી ભાજપના એક દીકરા પાસે ભલામણ કરી ફરીથી આ અંબાજી પોલીસ સ્ટેશનમા આવેલા આ પોલીસ અધિકારી પોતાની જાતને ખૂબ મહાન સમજે છે અગાઉ તે એક પત્રકાર સાથે તોડપાણી માટે જાણીતા હતા. શંકર દેસાઈની બદલી થઈ હોવા છતાં તેને કેમ છુટો કરવામાં આવતો નથી. થોડાં સમય અગાઉ એક માથાભારે શખ્સ પાસે 3 પેટી વિદેશી દારૂ પકડાયો હતો પણ તેની સામે કેસ કરવાની જગ્યાએ 50000 રૂપિયાનો તોડ કરવામાં આવતા આ બાબત પોલીસ સ્ટેશનમાં વિવાદિત બની હતી.

@@ નડિયાદના એક યાત્રી પાસે ધાક-ધમકી આપી ચાર હજાર પડાવ્યા! @@

છાપરી બોર્ડર ઉપર પૈસા ઉઘરાવી ને જવાનો શું કરે છે તે સમજાતું નથી.15 મે ના સવારે 11 વાગે નડિયાદની જીજે 7 ડીએ 9546 સફેદ કલરની ક્રેટા ગાડી આબુરોડ તરફથી અંબાજી તરફ આવી રહી હતી ત્યારે પહેલાં તો હોમગાર્ડ જવાનો આ લોકો સામે રોફ જમાવ્યો અને ત્યારબાદ નાણાં પડાવ્યા હતા. જિલ્લા પોલીસ વડા છાપરી પોલીસ સ્ટેશનના તમામ જવાનોની બદલી કરે તેવી માંગ ઉઠી છે.છાપરી બોર્ડર ઉપર કયા જવાને ક્રેટા વાહનમા બેસેલા વ્યક્તિદીઠ લૉકો પાસે 15000 માંગ્યા હતાં અને ત્યારબાદ 4000 લીધા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

1 of 374

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *