શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નુ પ્રાચિન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. ચોક્કસ પણે કહી શકાય છે કે અંબાજી મંદિર ખાતે હાલમાં દિવાળી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે બપોર બાદ મંદિર બંદ થવાના સમયે યાત્રીકો યાત્રીકો વચ્ચે ભારે માથાકૂટ થઇ હતી અને જેમાં યાત્રીકોને લોહી નીકળ્યું હતું.
અંબાજી મંદિર ખાતે આજે બપોર બાદ બનેલી ઘટના સુરક્ષા નો અભાવ કહી શકાય એવી ઘટના કહેવાય. અંબાજી મંદિર ના સિક્યુરિટી ઓફિસની બાજુમાં શ્રીફળ ફોડવાની જગ્યાં પાસે યાત્રીકો યાત્રીકો વચ્ચે થયેલી માથાકૂટ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લોહી નીકળ્યું હતું અને યાત્રિકને 108 મારફતે સારવાર માટે કોટેઝ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાજર સુરક્ષા કર્મીઓ દ્વારા યાત્રીકોને છોડવાવવામાં આવ્યા હતા અને અંબાજી પોલીસને ઘટનાની જાણકારી આપવામાં આવી હતી.
@@ સિક્યુરિટી ઇન્સ્પેક્ટર નો મોબાઈલ બંદ! @@
અંબાજી મંદિર ખાતે જીઆઇએસએફએસ સિક્યુરિટી સબ ઇન્સ્પેક્ટર તરીકે વિરૂપાલ સિંહ ફરજ બજાવે છે અને આ મંદિર ખાતે ત્રણ વર્ષ સુધી ફરજ બજાવતા ગાર્ડો ની બદલી કરવામાં આવી છે પણ સિકયુરિટી ઇન્સ્પેકટર ની બદલી 3 વર્ષ ઉપર થઈ હોવા છતાં તેમની બદલી કરાઈ નથી. પત્રકાર દ્વારા ફોન કરવા છતા તેમને ફૉન રિસિવ કર્યો હતો નહી અનેત્યારબાદ તેમનો ફોન બંદ આવતો હતો.
@@ બંદોબસ્તમા આવેલાં પોલીસકર્મીઓ મોબાઈલ મા વ્યસ્ત @@
અંબાજી ખાતે એકમ થી પાંચમ સુધી ભારે ટ્રાફિકના પગલે પાલનપુર થી વધારાનો પોલીસ સ્ટાફ અંબાજી ખાતે બોલાવવામાં આવ્યો છે પણ મોટાભાગના પોલીસકર્મી મોબાઈલમાં વ્યસ્ત જૉવા મળ્યાં હતા. યોગેશ્વર નગર ના નાકા પાસે, ખોડી વડલી સર્કલ સહીત જૂની કોલેજ બાજુ ફરજ બજાવતા બહારના પોલીસ કર્મી મોબાઈલ મા વ્યસ્ત જોવા મળ્યા હતા જ્યારે અંબાજી પીઆઈ અજન્ટા હોટેલ પાસે સુંદર કામગીરી કરતા અને ટ્રાફિક હટાવતા જૉવા મળ્યાં હતા.
@@આટલી મોટી માથાકૂટ થઈ સુરક્ષાકર્મીઓ ક્યાં હતા @@
અંબાજી મંદિર ખુલ્લું હૉય અને યાત્રીકો યાત્રીકો વચ્ચે ભારે માથાકૂટ થાય હાથાપાઈ થાય લોહી નીકળે ત્યા સુધી સુરક્ષા કર્મીઓ ક્યાં હતા?
સધન સુરક્ષા પીએસઆઈ આર કે વાણીયા કહી રહ્યાં છે કે પીત્તળ ગેટ નીચે માથાકૂટ થઇ છે જયારે હાજર લોકો કહી રહ્યાં છે કે માથાકૂટ શ્રીફળ સ્ટેન્ડ નજીક માથાકૂટ થઇ હતી.