શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. તાજેતરમા ભાદરવી મહાકુંભ સુખ સપન્ન રીતે પુર્ણ થયો હતો અને હાલમાં અંબાજી ખાતે વીઆઇપી લોકો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે સાંજે કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા અને સરલ પટેલ, સોશીયલ મીડીયા ઓલ ઈન્ડિયા કનવીનર અંબાજી મંદિરની સાંજ ની આરતી મા પહોચ્યા હતા અને માતાજીનાં દર્શન કર્યા હતા.
ગુરૂવારે સવારે મંગળા આરતી મા ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યાં હતા અને માતાજીનાં દર્શન કર્યા હતા અને ગુરૂવારે સાંજે અંબાજી મંદિર ખાતે સાંજની આરતીમા કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા અંબાજી માતાજીનાં દર્શન કર્યા હતા અને મંદિરના મહારાજ દ્વારા શ્રી યંત્ર સ્મૃતિ ચિન્હ રૂપે આપવામાં આવ્યું હતું. તેમની સાથે બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ દિનેશ ગઢવી, દાંતા ધારાસભ્ય કાંતી ખરાડી, અંબાજી કોંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોષી, અશ્વિન ચૌધરી, મેહુલ ગઢવી સહીત કોંગ્રેસ ના નેતાઓ હાજર રહ્યા હતા.
: પવન ખેરા ના ભાજપ પર આક્ષેપ :
તેમણે જણાવ્યું હતું કે આજે અમદાવાદ ખાતે પ્રેસ વાર્તા કરી હતી અને હાલમાં ગુજરાતનાં યુવાનો સાથે અને તેમનાં ભવિષ્ય સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે અને ગુજરાતનાં માધ્યમથી આખા દેશમા ડ્રગસનો વેપાર થઈ રહ્યો છે.9 જૂન ના રોજ 25 ટ્રક પકડ્યા હતા નહી અને તે નિકળી ગયા હતા અને પુરા દેશમા ક્યાં ગયા તે ખબર નથી તે મુદ્દે અમે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી બન્ને ગુજરાતનાં હોવા છતાં તેમણે આ મુદ્દે એક શબ્દ કહ્યો નથી. નાર્કોટીક્સ બ્યુરો ના ડીજી ની 18 મહીના થી નિમણુક કરવામાં આવી નથી. અંબાજી મંદિર ના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને દેશ અને ગુજરાતનો વિકાસ થાય તે માટે પ્રાથના કરવામાં આવી હતી તેમ પવન ખેરા એ જણાવ્યુ હતુ. અંબાજી પ્રહલાદ પુજારી