(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે હાલમાં અંબાજી મંદિર 2 મહીના બાદ ખોલવામાં આવ્યું છે ત્યારે અંબાજી ના સોશીયલ મીડિયામાં ઍક પ્રસાદનું બીલ વાઈરલ થતા વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે અને મંગળવારે પાલનપુરમાં કલેકટર કચેરી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં પોલીસતંત્ર, વહીવટી તંત્ર હાજર રહ્યા હતા આ મીટિંગ મા દાંતા અંબાજી ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના વિપુલ ગુર્જર હાજર રહ્યા હતા અને તેમણે પણ રજુઆત કરી હતી.
અંબાજી ખાતે સૌથી મોટો પ્રશ્ન જે હતો તે પ્રસાદ ને લઈને હતો, અંબાજી ખાતે આવતાં માઈ ભક્તો ને પ્રસાદના વધૂ રૂપીયા આપવા પડે છે તેવી અવાર નવાર ફરિયાદો ને લઇને વહીવટી તંત્ર તરફથી ગંભીર નોંધ લઇને નિર્ણયો કરવામાં આવ્યાં છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અંબાજી ખાતે પણ આવનારા સમયમાં યાત્રીકો ના હિત માટે વહીવટી તંત્ર મિટિંગ કરી શકે છે,પાલનપુર ખાતે યોજાયેલી મિટિંગમાં નીચે મુજબ ના નિર્ણયો લેવામા આવ્યાં છે.
1, પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમા યાત્રિકો સાથે ઉઘાડી લૂંટ હવે નહિ ચલાવી લેવાય
2, કલેકટર આનંદ પટેલ દ્વારા યાત્રિકો ની સુવિધા માટે 6 ટિમો ની રચના કરી
3, પોલીસવિભાગ ,ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તોલમાપ વિભાગ, રેવન્યુ વિભાગ,ગ્રાહક સુરક્ષા વિભાગ અને પંચાયત વિભાગોને આપ્યા નિર્દેશ
4, ગ્રાહકો સાથે છેતરપિંડી અને દાદાગીરી કરનાર સામે થશે પાસા જેવી મોટી કાર્યવાહી
5, અંબાજી મંદિર ટ્રસ્ટ યાત્રિકો માટે શરૂ કરશે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર
6, અંબાજી મંદિર ટ્રસ્ટ યાત્રિકો માટે પ્રસાદ ભંડાર ખોલશે
7, પોલીસકોડની રચના કરી અને તેમને કાર્યવાહી કરવાના આપ્યા આદેશ
8, કલેકટરે બેઠક કરી તમામ વિભાગો ને આપ્યા નિર્દેશ
9,અંબાજી મા યાત્રિકો ની સુરક્ષા જળવાશે..કલેકટર નુ મોટુ નિવેદન
10, મીટીંગ માં અંબાજી વિશેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી