અમદાવાદમાં રહેતી ઉષા ફાઉન્ડેશનની પ્રમુખ પ્રિયાંશી રમેશભાઈ વાણા ઉર્ફે પ્રિન્સી ઈન્કલાબ છેલ્લા ઘણા સમયથી સમાજ સેવા કરી રહી છે કોરોના ના સમયે પણ કોરોના વોરિયર તરીકે સુંદર કામગીરી કરી છે આ ઉપરાંત બેસ્ટ આર્ટિકલ પણ લખે છે ત્યારે તેને ગોવામાં બે award થી નવાજિત કરવામાં આવી હતી જેમાં એક અવોર્ડ હતો બેસ્ટ સોશિયલ એક્ટિવિસ્ટ અને રાઇટર ઓફ ધ યર નો અને બીજો અવોર્ડ કરોના વોરિયર..
આ એવોર્ડ શો દિલ્હીની G town મેગેઝીન દર વર્ષે Indian Excelsior Awards આયોજિત કરે છે, આ વર્ષે 2021માં આ એવોર્ડ શો ગોવા માં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરના બિઝનેસમેન થી લઈને રાજકીય લોકોથી લઈને ઘણા બોલીવુડ જગતના નામાંકિત કલાકારો ની હાજરી ઉપસ્થિત હતી..તેમાં બોલીવુડ જગતની નામાંકિત કલાકાર પ્રાચી દેસાઈ હસ્ત કે ઉષા યુ આર ફાઉન્ડેશનની પ્રમુખ પ્રિયાંશી નેએવોર્ડ આપવામાં આવ્યો..
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પણ આ સંસ્થાની પ્રમુખ પ્રિયાંશી રમેશભાઈ વાણા ને અમદાવાદમાં સ્પોર્ટ્સ ક્લબ માં થયેલા “હેલો ગુજરાત” એવોર્ડ શો માં પણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા જેના આયોજક હતા સરસ્વતીચંદ્ર આચાર્ય….
આ સંસ્થા આપણા શહેરમાં ઘણા એવા સામાજિક કાર્યો કરી રહી છે…બાળ મજૂરીથી બાળકોને છોડાવવા અને તેમને સારું એવું ઉજ્જવળ ભવિષ્ય મળી શકે અને ભણતર મળી શકે તેના પ્રયત્નો કરે છે..