Breaking NewsSports

અમદાવાદની શિક્ષિકાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું. ઓલ ઇન્ડીયા સિવીલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશીપની ચક્ર ફેંક રમતમાં મેળવ્યો સિલ્વર મેડલ

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકામાં આવેલ ગેરતપુર પ્રાથમિક શાળાના શિક્ષીકા દર્શનાબેન પટેલે રાષ્ટ્રીય સ્તરની ચક્ર ફેંક રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે અંકિત કર્યો છે. હરિયાણાના કર્નાલ જીલ્લાના કર્ણ સ્ટેડિયમ ખાતે તાજેતરમાં યોજાયેલ ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપ ૨૦૨૦-૨૧માં તેઓએ આ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

અમદાવાદ જીલ્લાના દશક્રોઇ તાલુકાની ગેરતપુર પ્રાથમિક શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવતા દર્શના પટેલે ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપ ૨૦૨૦-૨૧માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચક્ર ફેંક સ્પર્ધામાં ભાગ લીધો હતો. દર્શના પટેલે પોતાનું અત્યાર સુધીનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને આ ચેમ્પિયનશિપની ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
પ્રાથમિક શિક્ષીકાએ ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપમાં સૌ પ્રથમ વખત ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવીને ગુજરાતના શિક્ષણ વિભાગમાં એક નવો ઇતિહાસ રચીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. દર્શના પટેલ શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક લોકોને રમત ગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે. દર્શના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ મિત્રો, અધિકારીઓ, શિક્ષકો, પરીવારજનો, વિદ્યાર્થાઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.


ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપ ૨૦૨૦-૨૧ની ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યા પછી પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતુ કે, બાળપણથી જ રાષ્ટ્રીય સ્તરની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું મારૂ સ્વપ્ન હતુ. જે આજે પૂર્ણ થયું છે. અથાગ મહેનત, અવિરત પરીશ્રમ અને પોતાની જાત પરના દ્રઢ વિશ્વાસના કારણે જ મેડલ જીતી શકાયો છે. મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી અને હવે હું આગામી ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા માટે મહેનત કરીશ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

1 of 352

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *