Latest

રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું વિમોચન

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ ૨૩ આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવ્યા છે.

ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્ટ સિટી અને દેશના પ્રથમ બુલેટ ટ્રેનના સૂચિત હબ એવા સાબરમતી સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધા તેમજ દાંડી સત્યાગ્રહ અને પાલ દઢવાવ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમ.કે.દાસ, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે. એલ. બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામના નિયામક વી. એમ. રાઠોડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *