Breaking NewsPolitics

અમદાવાદ ખાતે અખિલ ભારતીય પરિવાર પાર્ટીની ગુજરાત પ્રદેશ ટીમે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા પાછા લેવા બદલ કર્યો વિરોધ

27 સપ્ટેમ્બરના રોજ ખેડૂતો દ્વારા ભારત બંધના સમર્થનમાં અમદાવાદ ખાતે અખિલ ભારતીય પરિવાર પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નિતેશ ગંગારામાણી ભારતીય અને પ્રદેશ પ્રમુખ હરેશ રાવલ ભારતીય દ્વારા ​​સાંજે અમદાવાદમાં પાલડી ચાર રસ્તા પાસે દેશના ખેડૂતો અને ભારત બંધના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું.

આ પ્રદર્શનમાં ચંદ્રેશ પરમાર ભારતીય, ભાગ્યેશ પ્રજાપતિ ભારતીય, રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીય, મનોહર સંધુ ભારતીય, ડોલાભાઈ ખાગડા ભારતીય, સંજય ઠક્કર ભારતીયએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિતેશ ભારતીયે જણાવ્યું કે છેલ્લા 10 મહિનાથી ખેડૂતો મોદી સરકાર સાથે પોતાના હકોની લડાઈ લડી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર આંખ આડા કાનની નીતિ અપનાવી રહી છે

તેમણે ઉમેર્યુ હતું કે અખિલ ભારતીય પરિવાર પાર્ટી ખેડૂતોના સમર્થનમાં પૂરા દિલો-જાનથી ઊભી છે, જ્યાં સુધી કાળા કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 357

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *