Breaking NewsLatest

અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે તમામ તાલુકા-નગરપાલિકાના પ્રમુખ સાથે શિક્ષણમંત્રી અને જિલ્લા વિકાસ અધિકારીએ સંવાદ સાધ્યો.

અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ વધતું અટકે અને ગ્રામ્ય વિસ્તારો પણ સુરક્ષિત રહે તે માટે એક વર્ષ દરમ્યાન કરેલ કામગીરીની સમીક્ષા અને સંવાદ કરવા શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ આજ રોજ અમદાવાદ જિલ્લા પંચાયતના તથા તમામ ૯ તાલુકા-નગરપાલિકાના પ્રમુખ, સદસ્યો, સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા સદસ્યો સાથે કોરોના સંદર્ભે થતી કામગીરીની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયત ખાતે કરી હતી.

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો ઉદ્દેશ છે કે હવે ‘’ મારું ગામ- કોરોના મુક્ત ગામ’’ બને તેને ધ્યાને રાખીને અમદાવાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એક વરસથી જે ગ્રામ્ય કક્ષાએ નક્કર કામગીરી થઈ રહી છે તે વિશે સંવાદ સાધ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ અમદાવાદ શહેર સિવાયના તાલુકાઓમાં એક વર્ષ દરમ્યાન આરોગ્યની ટીમ દ્વારા થયેલ કામગીરીમાં મેડિકલ કીટ, ધનવંતરી રથ, ઇ-સંજીવની, કોવીડ ટેસ્ટ, હોમ આઇસોલેશન,માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન,પોઝિટિવ આવેલ દર્દીઓના ઘરોમા સેનીટાઇઝેશનની કામગીરી, આરોગ્યની ટીમ દ્વારા ઘેર-ઘેર જઈને તપાસ કરવાની કામગીરી, તાલુકાઓમા થયેલ રસીકરણ અને હાલના તબક્કે ફાળવવામાં આવેલ મોબાઇલ લેબોરેટરી વાન અને નજીકના સમયમાં થનાર આગામી આયોજનો તથા અન્ય કોવિડ સંદર્ભે થયેલ કામગીરીની વિસ્તારપૂર્વક માહિતી હતી.

સંવાદ સાધતા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે ‘’ આપણે સહુ એક વર્ષથી કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા છીએ. હવે સહુએ ભેગા મળીને આ કોરોનાની ચેઇન તોડવાની છે. એ માટેના તમામ પ્રયત્નોમા રાજય સરકાર દરેક લોકોની સાથે છે. દરેક ગામના સરપંચ પોતાના ગામમાં સંકલ્પ કરાવે કે કોઇપણ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવે તેમજ એકબીજાથી છ ફૂટનું અંતર જરૂર રાખે અને સંક્રમણથી બચે. અમદાવાદ જિલ્લામા પહેલા જે સ્થિતિ હતી તેના કરતા આજના સમયમાં થયેલ કામગીરી કે ખુબ વધારે સારી રીતે બજાવવામાં આવી રહી છે. ૧૫ મી માર્ચે કોવિડના બેડની સંખ્યા ૩૦૦ હતી જે આજની તારીખે ૧૬૦૦ ની કરવામા આવી છે.

કોવિડ કેર સેન્ટર આજે ૨૬૯ જેટલા બેડ બધા તાલુકાઓમા અને જિલ્લામા સરકારી PHC –CHC ઉપરાંત રાજય સરકારની યોજના મુજબ ખાનગી હોસ્પિટલોને પણ ડેઝિગ્નેટેડ કરવામાં આવી છે. જેથી કરીને દર્દીને ઘર આંગણે સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે સમગ્ર જિલ્લામાં ૬૩૭ ઓક્સિજન બેડ છે , આગામી દિવસોમા વધુ પ્રમાણમાં બનાવવાનુ પણ આયોજન હાથ ધરવામા આવનાર છે. અત્યાર સુધીમાં ૮૪૬૨ જેટલા રેમડિસિવર ઇન્જેકશનનું વિતરણ થયું છે. ભવિષ્યના આયોજન માટે પણ તંત્ર સજ્જ છે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *