💫 શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
💫 શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ
💫 હેડ.કોન્સ યશવંતસિંહ, રાજેશકુમાર, તથા પો.કોન્સ જોરાવરસિંહ,ગજેન્દ્રદાન દિલીપસિંહ નિશાંત નાઓ અમીરગગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે રાજસ્થાન અમીરગઢ થી પાલનપુર તરફ એક એસક્રોસ કાર નંબર GJ-08-BB-2347 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાલનપુર તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે શિવલહેરી કોમ્પલેક્ષ ની સામે હાઇવે રોડ પર નાકાબંધી માં હતા દરમ્યાન હકિકત વાળી એસક્રોસ કારનો પીછો કરતાં ઝાઝારવા ગામમાં એસક્રોસ કાર મુકી કારનો ચાલક તેમજ બાજુમાં બેઠેલ ઈસમ ગાડી મૂકી નાસી ગયેલ ગાડીમાં જોતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1752/- કિ.રૂ.2,60,160/- તથા એસક્રોસ કાર કી.રૂ 6,00,000/- સાથે એમ કુલ કિ.રૂ.8,60,160/- નો મુદ્દામાલ પકડી પાડી બન્ને ઈસમો વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અંબાજી પ્રહલાદ પુજારી