નિવૃત કર્મચારી પ્લોટની સાફસૂફી કરાવતા ત્યારે આ પ્લોટ અમારો છે તેમ કહી માર માર્યો.
અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસાના સર્વોદય નગરમાં માલિકીના પ્લોટમાં ચણેલા પાયા ઉપર સાફ સફાઈ કરાવી રહેલા નિવૃત્ત કર્મીને પ્લોટ અમારો છે તેમ કહીને માર મારીને તેમના ચશ્મા તોડી કપડાં ફાડી નાખી અને સોનાની ચેન અને મોબાઇલની રૂ. ૯૫ હજારની મત્તાની લૂંટ કરાતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસાની પાંડુરંગ સોસાયટીમાં રહેતા રામાભાઇ મગનભાઈ પટેલ શહેરના સર્વોદય નગર વિસ્તારમાં આવેલા પોતાની માલિકીના પ્લોટમાં ચણેલા પાયા ઉપર બાંધકામ કરવા મજૂરો લઈને સાફ-સફાઈ કરવા જતા હતા.તે દરમિયાન કનુભાઇ રબારી નામનો શખ્સ ત્યાં આવી ચડ્યો હતો અને કહેવા લાગ્યો કે આ પ્લોટ અમારો છે તેમ કહી નિવૃત્ત કર્મીને ગડદાપાટુનો માર મારી તેમના ચશ્મા અને મોબાઇલ તોડી નાખીને રૂ. ૧૫૦૦૦ નો મોબાઇલ તેમજ રૂપિયા ૮૦ હજારની સોનાની ચેન સહિત રૂપિયા ૯૫ હજારની મત્તાની લૂંટ કરીને ચશ્મા તોડી નાખી અને શર્ટ ફાડી નાખી ને જાનથી મારી નાખવાની ધમકી આપતાં શહેરમાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે રામાભાઈ મગનભાઈ પટેલ હાલ રહે. પાંડુરંગ સોસાયટી મુળ રહે. રીંછવાડ તા. માલપુરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ રબારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.