18 થી 44 વર્ષના 90351યુવાઓએ અત્યાર સુધીમાં કોરોના રસીનું ટીકાકરણ કરાવ્યું*
અરવલ્લી
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેથી વિશ્વમાં દરેક જગ્યાએ લોકો રસી લઇ રહ્યા છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે ભારતના દરેક નાગરિકનું મફતમાં રસીકરણ કરાશે.
જે અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા માટે વર્તમાન સમયમાં રસીકરણનું મહાભિયાન ચાલી રહ્યું છે. જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસા,ભીલોડા,બાયડ,મેઘરજ,માલપુર તથા ધનસુરાના જુદા-જુદા સેન્ટરો પર HCW,FLW, 18 થી 44, 45 થી ૫૯ તથા 60 ઉપરના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણનું અભિયાન ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે.
જેમાં અરવલ્લીમાં 18થી 44 વર્ષના યુવાઓનું પણ રસીકરણ થઇ રહ્યું છે, જેમાં જીલ્લાના 524464 યુવાનોમાંથી અત્યાર સુધીમાં 90351 યુવાનોને રસી અપાઈ છે.
જેને પગલે અરવલ્લી જિલ્લામાં યુવાવર્ગ,વૃદ્ધાઓ, તથા દરેક લોકોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અરવલ્લીના જુદા-જુદા સેન્ટરો પર લોકોને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં અરવલ્લીના 835395 લોકોમાંથી અત્યાર સુધીમાં 320081લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
અત્યાર સુધીમાં HCWનાં 7781 માંથી 7685એ પ્રથમ તથા 6835એ રસીનો બીજો ડોઝ, FLWના 9025 માંથી 13175એ પ્રથમ તથા 9373 એ બીજો ડોઝ, 45 થી 59ના 310931 માંથી . 208870એ પ્રથમ તથા 121242લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.