પરિવારોએ હિજરત કરવાનું મોડી વાળ્યું,ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં સમાધાન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ તાલુકાના પેન્ટરપુરા ગામે ક્ષત્રિય સમાજના લોકોએ હિજરત કરવાની જરૂરિયાત પડતા હિજરત કરી. અરજદારના જણાવ્યા મુજબ છેલ્લા 14 મહિનાથી વહીવટી તંત્ર પાસે ન્યાયની માગણી કરતા હોય ચોક્કસ નિકાલ ન આવતા હિજરત કરી હતી ,પરંતુ
તાલુકા વહીવટી તંત્ર દ્વારા ડેમાઈ ગ્રામ પંચાયત ખાતે તમામને બોલાવી બેઠક યોજી હતી.
ડેમાઈ ગ્રામ પંચાયત ખાતે પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી ની હાજરીમાં સમાધાન બેઠક યોજાઇ હતી જેમાં યોગ્ય નિકાલ આવી જતાં સ્થળ પર મામલતદાર અને સર્કલ અધિકારી દ્વારા માપણી કરી નિકાલ લાવ્યો હતો. વિવાદ નો નિકાલ બાબતે બંને પક્ષે સંમતિ દર્શાવતા સુખદ નિરાકરણ આવ્યું.