આ ઊંચાઇએ પહોંચવા 32 દિવસ લાગ્યા અને અમે ભોજનમાં માત્ર શાક-રોટલી દાળ-ભાત જ જમ્યા સુનીલ બોરીચા
અરુણાચલ પ્રદેશનાં તવાંગએ અને પશ્ચિમ કાયેંગ જિલ્લાઓ વચ્ચે આવેલા ગોરિચેન પર્વતમાળાની ૧૭૫૦૦ ફૂટની ઊંચાઇએ બોટાદ જિલ્લાના ગઢડા ગામના આહિર સમાજના યુવાન સુનીલ બોરીચા સહિત અમદાવાદ પોલીસના પાંચ પોલીસકર્મીઓ પહોંચ્યા અરુણાચલ પ્રદેશ અને 17500 ફૂટે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે ગઢડાના સુનીલ આહીર દ્વારા નાની ઉમરે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલ છે આ વખતે અમદાવાદ શહેરમાં નોકરી કરતા PSI એસ.એમ.જાડેજા શાહપુર પો.સ્ટે)PSI એમ.બી.સિસોદિયા (ઇસનપુર પો.સ્ટે)યુનિવર્સિટી પો.સ્ટેના વિશાલ આહીર, મહેન્દ્રસિંહ પરમાર તેમજ સંજય સોલંકી,ગઢડા શહેરમાં રહેતા આહિર સમાજનો સુનીલ બોરીચા સહિતના એ ૩૨ દિવસમાં ૧૭૫૦૦ ફૂટ સર કર્યું હતુ
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રહેતા આહીર સુનીલ બોરીચાએ કહ્યું ૨૦ એપ્રિલથી ૨૧ મે સુધી
પર્વતારોહણ કર્યું મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત પર્વતારોહણ માટેની ટ્રેનિંગ અમને આપવામાં આવી હતી હું આ અગાઉ પણ પર્વતારોહણ કરી ચૂક્યો છુ પરંતુ આ વખતની ટ્રીપ મહત્વની હતી અમે પર્વતીય વિસ્તારમાં વચ્ચે આવતા માંગો,જેથાંગ-અને મીરાથાંગ વિસ્તારમાં રાત રોકાયા હતા
ઘરેથી જ દોઢ મહિનો વર્કઆઉટ કર્યું હતુ મહેન્દ્રસિંહ પરમાર અમે બરફના પહાડ પર કેવી રીતે ચઢાણ કરી શકાય એ શીખ્યું હતુ આઇસ સ્કાય ટ્રેક પાર કર્યો હતો અમને પર્વતારોહણ કરવું ગમે છે પોલીસમાં જોડાયા પહેલા અમે આબુ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપતા હતા ઘરેથી જ દોઢ મહિનો વર્કઆઉટ કર્યું હતુ અમે પહેલેથી ફિઝિકલ રીતે ફિટ હોવાને કારણે ૧૭૫૦૦ ફૂટની ઊંચાઇ સરળતાથી પસાર કરી શક્યા હતા ભારત ભરમાંથી ૩૯ લોકો આ ટ્રેનિંગ માટે આવ્યા હતા વધારે ફૂટની ઊંચાઇએ જતા ઓક્સિજનનું સ્તર ઓછું થઇ જતું હોય છે
20-30 કિલો સામાન લઇને પર્વત ચઢ્યા હતા:-સુનીલ આહીર
હું અગાઉ પણ પર્વતારોહણ કરી ચૂક્યો છુ સામાન્ય માણસ માટે આટલી ઉંચાઇએ જવું એ ઘણું મુશ્કેલીભર્યું છે નાની અમથી ભૂલને કારણે પોતાનો જીવ પણ જોખમમાં મૂકાઇ શકે છે પર્વતમાં પરિસ્થિતિ ગમે તે આવે એ માત્ર પોતાનું મન મક્કમ રાખીને બુદ્ધિથી કામ લેવું જરુરી છે ૩૨ દિવસની આ ટ્રેનિંગમાં અમે નેટવર્ક વિહોણા હતા અમારા મોબાઇલ ફોન બંધ હતા ટ્રેકિંગની શરૂઆતમાં ૧૦૦ કિલોમીટર સુધી ગાડીમાં અને ત્યાર બાદ ન્યુ વિલિંગ જવા માટે અમારો ૨૦-૩૦ કિલોગ્રામ વજનનો સામાન લઇને પર્વત ચઢ્યા હતા જે ખૂબજ કપરું હતુ
રીપોર્ટ નિલેષ ઢીલા