ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ ગ્રામ્ય પંથકમાં દેશી દારૂ તથા વિદેશી દારૂની બદી નેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના કરેલ
જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન પો.કોન્સ અરવિંદભાઇ બારૈયાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે અલંગ ગામે રહેતા ક્રિપાલસિંહ જયુભા ગોહીલે અલંગ બગલીયા વાડી વિસ્તારમા પોતાની કબ્જા ભોગવટાની વાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ખાડામા સંતાડી રાખેલ છે જે હકિકત આધારે ઉપરોકત બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સદરહુ જગ્યાએ કોઇ હાજર મળી આવેલ નહી જેથી વાડીમા તપાસ કરતા વાડીના ખુણામા ખાડો કરેલ હોય અને ઉપરથી ઘુળ ખેસવી જોતા ખાડા માથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ દારૂનો જથ્થો કુલ બોટલ નંગ-૩૨૪ ની કુલ કિ.રૂ. ૯૭,૨૦૦/- ના મુદામાલ સાથે મજકુર ક્રિપાલસિંહ જયુભા ગોહીલ રહે.અલંગ ગામ તા.તળાજા જી.ભાવનગર વાળા હાજર નહી મળી આવી મજકુર આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ એ.ઇ, ૧૧૬(બી), મુજબનો ગુન્હો અલંગ પોલીસ સ્ટેશન જી.ભાવનગરમાં નોઘાવેલ છે.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો હે.કો. સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્રભાઇ ચૌહાણ તથા પો.કોન્સ અરવિંદભાઇ બારૈયા તથા ડ્રા.હેડ.કોન્સ સુરૂભા ગોહીલ તથા ડ્રા.પો.કોન્સ બ્રિજરાજસિંહ ગોહીલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા
રિપોર્ટ બાય જુનેદ મેમણ અલંગ