Breaking NewsLatest

અલમપર ગામે સરકારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ઉમરાળા તાલુકાના અલમપર ગામે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અરજદારોને ઘર આંગણે જ ઉપલબ્ધ થાય તે હેતુથી ઉમરાળા તાલુકાના ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું યોજવામાં આવ્યો

અરજદારોને આધારકાર્ડ, રેશનકાર્ડ,આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય,આવકના દાખલા,ક્રિમિલિયર સર્ટિફિકેટ, જન્મ મરણ પ્રમાણપત્ર વગેરે જેવી યોજનાઓના લાભો સ્થળ પર જ આપી લાભાન્વિત કરાયા

રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ ઉમરાળા તાલુકાનાં અલમપર ગામે સેવાસેતુ કાર્યક્રમ તા.૧૨/૧૧/૨૦૨૧નાં રોજ સવારે ૦૯-૦૦ વાગ્યે સુધી અલમપર ગામે યોજાયો

આ કાર્યક્રમમાં અલમપર, રામણકા,ચિત્રાવાવ,બોચડવા, વડોદ,ધોળા ગોદડજી, ઉજળવાવ,દડવા,સમઢિયાળા, ભોજાવદર સહિતના ગામનાં લોકોને આવક,જાતિ,નોન ક્રીમીલેઅર,ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો,રેશનકાર્ડમાં (નામ ઉમેરવા,નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ,આયુષ્માન કાર્ડ, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી,૫શુપાલન, સહકાર,ગ્રામ વિકાસ,પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો,જનધન યોજનાના લાભો,સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો,પાલક માતા-પિતા યોજના,દિવ્યાંગ, વિધવા,વૃધ્ધ સહાયની યોજનાનાં લાભો વગેરેને લગતી તમામ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો

આ કાર્યક્રમમાં ઉમરાળા મામલતદાર એ.પી.અંટાળા, તાલુકા વિકાસ અધિકારી એ.વી.ગોહિલ,તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ આહીર,ભાજપ આગેવાન જગદીશભાઈ ભિંગરાડિયા,તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ ટાંક, બળદેવસિંહ ગોહીલ,સંજયભાઈ રાઠોડ,શાંતુભા,હરદેવસિંહ ગોહિલ સહીતના આગેવાનો એ હાજરી આપી વધુમાં વધુ અરજદારો સ્થળ ઉપર સરકારની યોજનાઓ નો લાભ મળે તેવું આયોજન કરવામાં આવ્યુ હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 671

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *