શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલુ છે .સમગ્ર દેશમાં નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગુજરાતના સૌથી મોટો શક્તિપીઠ અંબાજી ખાતે પણ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો હતો. અંબાજી મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ માતાજીના વાઘ પાસે કોટેશ્વર નદીનુ જળ લાવીને શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી ઘટસ્થાપના વિધિ કરવામાં આવી હતી. ભટ્ટજી મહારાજ અનેઅન્યમહારાજ પૂજામાં જોડાયા હતા.બનાસકાંઠા કલેકટર ઘટસ્થાપન પૂજાવિધિમાં જોડાયા હતા અને તેમની સાથે અંબાજી મંદિરના વહીવટદાર આર કે પટેલ પણ હાજર રહ્યા હતા.
અંબાજી મંદિર 2020 અને 2021 ના સમયગાળા મા ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન ભક્તો માટે બંદ રહ્યુ હતુ પણ 2022 ના ચૈત્રી નવરાત્રી મા અંબાજી મંદિર ખુલ્લું રહેતાં ભક્તો મોટી સંખ્યામાં અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા. કોટેશ્વર નદીનુ જળ લાવીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આરતી પણ કરવામાં આવી હતી.ભક્તો ધજા લઈને માતાજીના દર્શન કરવા આવ્યા હતા. ચૈત્રી નવરાત્રી પર્વ મા સવારે અને સાંજે 7 વાગે આરતી કરવામાં આવે છે.
અંબાજી પ્રહલાદ પૂજારી