ભાવનગર, તા.૨૭ : ભાવનગર જિલ્લામા આજરોજ ૧૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૩૪ થવા પામી છે. આજરોજ ભાવનગરના શ્રમજીવી અખાડા, ઘોઘાસર્કલ ખાતે રહેતા ૬૦ વર્ષીય ઇન્દીરાબેન હસમુખભાઈ કડિયા, મીરાનગર, ચિત્રા ખાતે રહેતા ૩૫ વર્ષીય વિજયભાઈ દનુભાઈ ખંત, મીરાનગર, ચિત્રા ખાતે રહેતા ૩૦ વર્ષીય રમેશભાઈ લક્ષ્મણભાઈ મેર, સર્વોદય સોસાયટી, હાદાનગર ખાતે રહેતા ૨૧ વર્ષીય મયુર રાજુભાઈ મકવાણા, આંબાવાડી, શ્યામસુંદર ખાતે રહેતા ૬૭ વર્ષીય જીગ્નેશભાઈ દિલીપભાઈ ત્રિવેદી, સુમુખ રેસીડેન્સી, ટોપ-૩ સર્કલ ખાતે રહેતા ૨૮ વર્ષીય મિતેશભાઈ વલ્લભભાઈ ધામેલીયા, સુવિધા હોટલ, અલ્કા રોડ ખાતે રહેતા ૪૦ વર્ષીય છગનભાઈ મકવાણા, મહુવા તાલુકાના નાના જાદરા ગામે રહેતા ૨૬ વર્ષીય નિકુંજભાઈ ઉનાગર, તળાજા તાલુકાના ત્રાપજ ગામે રહેતા ૭૦ વર્ષીય કુંવરબેન ભોજાણી, ભાવનગરના નટરાજ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ૨૫ વર્ષીય વૈભવભાઈ પરમાર, વરતેજ ખાતે રહેતા ૨૫ વર્ષીય બ્રિજેશભાઈ જાજડિયા, તળાજાના દિનદયાળનગર, વાડી વિસ્તાર ખાતે રહેતા ૨૯ વર્ષીય ઈલાબેન હડિયા, સિહોરના રબારીકા ખાતે રહેતા ૨૧ વર્ષીય રવીભાઈ મેર, વલ્લભીપુરના ફુલવાડી વિસ્તાર ખાતે રહેતા ૬૦ વર્ષીય લીલાબેન દલવાડી અને પાલીતાણાના નવાગઢ ખાતે રહેતા ૪૮ વર્ષીય મુસ્તાફભાઈ કુરેશીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ૬ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૧૭ જુનના રોજ તળાજાના નોકરીયાત સોસાયટી ખાતે રહેતા ૨૪ વર્ષીય દર્શનભાઈ વનરાજસિંહ સરવૈયા, તા.૧૭ જુનના રોજ તળાજાના નોકરીયાત સોસાયટી ખાતે રહેતા ૫૮ વર્ષીય કૈલાસબા વનરાજસિંહ સરવૈયા, તા.૧૮ જુનના રોજ ભાવનગરના સુમેરૂ ટાઉનશીપ, ઘોઘારોડ ખાતે રહેતા ૫૫ વર્ષીય ઓધવજીભાઈ ગોર્ધનભાઈ ધંધુકીયા, તા.૧૮ જુનના રોજ તળાજાના વર્ધમાન સોસાયટી ખાતે રહેતા ૬૦ વર્ષીય હિતુબા લક્ષ્મણદેવસિંહ ચુડાસમા, તા.૧૮ જુનના રોજ ઓરીસ્સાના મુલીઝર ગામ ખાતે રહેતા ૨૫ વર્ષીય વિકાસકુમાર ગુનાનિધી તાડ અને તા.૧૮ જુનના રોજ મહારાષ્ટ્રના સમ્ભાજીનગર ખાતે રહેતા ૨૫ વર્ષીય સુરજ અનિલકુમાર ગુપ્તાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમાત દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
ગત તા.૨૬ જુનના રોજ વલ્લભીપુરાના ફુલવાડી વિસ્તાર ખાતે રહેતા ૬૦ વર્ષીય લીલાબેન ચમનભાઈ દલવાડી શંકાસ્પદ જણાતા તેમને દાખલ કરેલ હતા અને તેમનુ સેમ્પલ લીધેલ હતુ. પરંતુ અન્ય રોગના કારણે દર્દીનુ અવસાન થયેલ હતુ. જ્યારબાદ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો.
આમ જિલ્લામા નોંધાયેલા ૨૩૪ કેસ પૈકી હાલ ૬૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૫૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. સરકારશ્રીની નવી માર્ગદર્શીકા પ્રમાણે જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જ્યારે ૩ દર્દીઓનુ કોરોનાની સાથે અન્ય બિમારીઓ હોવાના કારણે અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૯,૨૪૮ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.