શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આજે વર્લ્ડ હાર્ટ દિવસ હોઈ અંબાજી 108 ટીમ દ્વારા બીપી, ડાયબીટીસ સહીત વાઇટલ ચેક કરવામા આવ્યા હતા.
આજે વર્લ્ડ હાર્ટ દિવસ હોઇ બપોરે બે વાગે અંબાજી મંદિર મા ફરજ બજાવતાં સિક્યુરીટી સ્ટાફ સહિત અન્ય સ્ટાફના લોકોના બીપી, ડાયબીટીસ સહીત વાઇટલ ચેક કરવામાં આવ્યું હતું. અંબાજી 108 ટીમના ઈએમટી અલકાબેન કંકોડિયા અને 108 ના પાયલટ સંજય બારોટ હાજર રહ્યા હતા
પ્રહલાદ પૂજારી અંબાજી