Breaking NewsLatest

આદ્યશકિત આરાધનાના પર્વ નવરાત્રિ પ્રસંગે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતમાં અંબાજી મંદિરમાં નવરાત્રિ મહોત્સવ યોજાયો

નવરાત્રિના આનંદ-ઉલ્લાસના પર્વની જેમ આપણા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય તેવી માતાજીને પ્રાર્થના કરીએ
—મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા


સમગ્ર અંબાજી મંદિર પરિસરમાં માઈભક્તો ભક્તિ રસમા તરબોળ બની ગરબે રમ્યા

આદ્યશકિત આરાઘનાના પર્વ નવરાત્રિના નવમા નોરતે વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ગુજરાત યાત્રાધામ અને પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રિ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ દિપ પ્રાગટ્ય કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, મા અંબાની કૃપાથી આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા આપણું રાજ્ય ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. તેમણે જણાવ્યું કે, નવરાત્રિના આનંદ-ઉલ્લાસના આ પર્વની જેમ આપણા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા માતાજી સૌને તંદુરસ્ત, દીર્ઘઆયુષ્ય આપે તેવી માતાજીને પ્રાર્થના કરીએ.

મંત્રીશ્રીએ કહ્યું કે, શકિત, ભક્તિના આ પાવન પર્વે માતાજી આપણને સૌને શકિત આપે તથા ગુજરાતની ઇચ્છા, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ માતાજી પુર્ણ કરે તેવી માતાજીને પ્રાર્થના કરીએ.
આ પ્રસંગે ગુજરાતના પ્રખ્યાત લોક કલાકારોશ્રી સંજય ઓઝા, પાર્થ ઓઝા અને ક્રિષ્ના એન્જિનયર સહિતના કલાકારોએ મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં માઈભક્તો ભક્તિ રસમા તરબોળ બની ગરબે રમ્યા હતા.
આ પ્રસંગે બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી રેખાબેન ખાણેસા,ગુજરાત પ્રવાસન નિગમના એમ.ડી.શ્રી જેનુ દેવન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહણ, શ્રી ડાહ્યાભાઈ પિલીયાતર, શ્રી દશરથસિંહ સોલંકી, શ્રી નિલેશ મોદી, શ્રી માલજીભાઈ કોદરવી, વહીવટદાર શ્રી એસ.જે.ચાવડા પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા સહિત પ્રવાસન વિભાગના અધિકારી અને સારી સંખ્યામા માઈભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 671

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *