અમિત પટેલ અંબાજી
ગુજરાતના પ્રસિદ્ધ આનંદપુરા ગામ અંબાજી માતા 52 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી તમામ ધાર્મિક ઉત્સવો પર ગ્રહણ લાગવાથી મોટાભાગના તહેવારો , ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરી શકાય તેમ નથી હાલ કોરોના માં સરકાર તરફથી તમામ છુટકારો મેળવવા બાદ આજે આનંદપુરા ગામ માં અંબાજી માતા માતાજીની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે આનંદ પુરા ગામ ના તમામ લોકો ના સાથ સહકાર થી માતાજી સુવર્ણ જયંતિ ઉજવણી કરાઇ હતી , અંબિકા માઇ મંડળ અને આનંદ પુરા ધાર્મિક ઉત્સવ સેવા લોકો સમિતિના સહયોગ થી ઉજવવામાં આવી હતી ,જેમા આનંદપુરા ગામ મિત્ર મંડળ દ્વારા માતાજીનો હવન, શોભયાત્રા , ભજનસંધ્યા અને મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે માતાજીની શોભાયાત્રા , ભજન સંધ્યાના કાર્યક્રમો રાખવામાં આવ્યું હતો.
આનંદપુરા ગામ અંબાજી માતા સુવર્ણ જયંતિ નિમિતે માતાજીનો હવન અને સુખડીનો મહાપ્રસાદ માતાજીને અર્પણ કરીને ધામધૂમથી ઉજવવામા આવી હતી.તેમ છતાય ભાવિક ભક્તોમા માતાજી પ્રત્યેની અપાર શ્રધ્ધા અને ભક્તિના કારણે માતાજીના મંદિરે ભક્તોની અવર જવર જોવા મળી હતી.