Breaking NewsSports

ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી જનરલ પદે શ્રીમતી ટીના ક્રિષ્નાદાસની નિયુક્તિ કરવામાં આવી.

દિલ્હી: ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે ભારતના દૂર દૂરનાં ગામડાંઓમાં પણ રમાડવામાં આવતી સ્વદેશી રમતોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રમાડવામાં આવે અને ભારતીય સ્વદેશી રમતોનો વ્યાપક પ્રચાર થાય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય લોકસભાના પેનલ સ્પીકર અને અમદાવાદ પશ્ચિમના સતત ત્રણ ટર્મથી ચૂંટાતા લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ બીડુ ઝડપ્યું છે. સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકીના માર્ગદર્શનમાં ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાં સ્પોર્ટ્સ વિભાગમાં ફરજ બજાવતા સ્પોર્ટસ ડાયરેક્ટર, સ્પોર્ટ્સ ફેકલ્ટીના પ્રોફેસરો , વિવિધ સ્વદેશી રમતો ના રાષ્ટ્રીય ફેડરેશનના અધ્યક્ષશ્રી, મહામંત્રી શ્રી તેમજ સ્વદેશી રમતોમાં માહીર રાજ્ય અને રાષ્ટ્રીય ખેલાડીઓના સમન્વય થકી ઇન્ડિયન ગેમ્સ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ની રચના કરવામાં આવેલ છે.

સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ 24 મેં 2020 ના રોજ ભારતમાં જ્યારે કોરોના ની પ્રથમ લહેર આવી હતી ત્યારે તેમણે ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ની સ્થાપના કરી હતી.
ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના 24 મેં 21ના રોજ બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે તેમજ ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના મહામંત્રી તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાકેશ ગુપ્તા દિલ્હીનું તાજેતરમાં કોરોના ના કારણે દુઃખદ અવસાન થતાં ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સ્થાપનાની એક વર્ષ પૂર્ણ થવા અને ડોક્ટર રાકેશ ગુપ્તાના અવસાન નિમ્મીતે શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે એક વેબિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ચિફ પેટ્રન ડો. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વેબિનારમાં સર્વ પ્રથમ ડો. કિરીટભાઈ સોલંકીએ ઇન્ડિયન ગેમ્સ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ના સેક્રેટરી જનરલ ડોક્ટર રાકેશ ગુપ્તા ના તૈલ ચિત્ર ઉપર ફૂલ માળા પહેરાવી દીપ પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે વેબિનાર માં જોડાયેલ તમામ ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના પદાધિકારી ગણ, રમતવીરો ને સંબોધન કરતા જણાવેલ કે ડોક્ટર રાકેશ ગુપ્તા એક ઉચ્ચ કોટિના રમતવીર હતા રમત ગમત ક્ષેત્રે ભારતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. ડોક્ટર રાકેશ ગુપ્તાના અવસાનથી સમગ્ર દેશે એક સાચા રમતવીર ગુમાવ્યા છે સાથોસાથ ઇન્ડિયન ગેમ્સ ઓર્ગેનાઈઝેશનના તેઓ એક મહા સ્તંભ હતા તેમના જવાથી સંગઠનને પણ ભારે ખોટ પડી છે. ડોક્ટર રાકેશ ગુપ્તાના અવસાનથી ખાલી પડેલ સેક્રેટરી જનરલની પોસ્ટ ઉપર છેલ્લા ૩૦ વર્ષથી ભારતીય એથ્લેટિક જગતમાં આગવું નામ ધરાવતા તદુપરાંત વિવિધ રમતોના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાષ્ટ્રીય/ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે પણ અનેક પુરસ્કારો જીતનાર શ્રીમતી ટીના ક્રિષ્ના દાસ ની ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના તમામ પદાધિકારીઓની સર્વ સંમતિથી નિમણૂક કરી હતી.

ઓર્ગનાઈઝેશનના સેક્રેટરી જનરલ પદે નિમણૂક થતા શ્રીમતી ટીના ક્રિષ્ના દાસે તેમના ઉપર ઇન્ડિયન ગેમ્સ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના તમામ પદાધિકારીઓએ મૂકેલા વિશ્વાસને સાકાર કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ના તમામ પદાધિકારીઓએ વેબિનાર માં ઉપસ્થિત રહીને ડોક્ટર રાકેશ ગુપ્તાના અવસાનથી દુઃખ પ્રગટ કરવાની સાથે નવ નિયુક્ત સેક્રેટરી જનરલ શ્રીમતી ટીના ક્રિષ્ના દાસ ને અભિનંદન આપ્યા હતા. ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ના પેટર્ન ઈશ્વર સિંગ આચાર્ય ,અધ્યક્ષ અરુણકુમાર સાધુ , વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર નાગેન્દ્ર પ્રસાદ શર્મા , ખજાનચી આઇ.એસ પંગાલ, મુખ્ય સલાહકાર ડોક્ટર સુધીર કુમાર શર્મા વગેરે પદાધિકારીઓએ પણ વેબિનાર માં પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

1 of 352

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *