Breaking NewsLatest

ઉમરાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ

હિંદુ દેવી દેવતાના ફોટાનો ઉપયોગ કરનાર સામે IPC કલમ 295,2954,296, 298 મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

હિન્દુ દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવા આવે અને હાલ દિવાળી એટલે કે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે આ તહેવારને હિન્દુઓ ખુબજ આનંદ ઉલ્લાસ સાથે ઉજવે છે અને સનાતન સંસ્કૃતિમાં ખૂબ મહત્વ અપાયું છે દિવાળીના તહેવારને પ્રકાશનું પર્વ કહેવામાં આવે છે આ સમયે ફટાકડા ફોડવામાં આવે છે ઘણા સમયથી હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા માર્કેટમાં વેચાય છે જેના ઉપર લક્ષ્મી માતાજી,હનુમાનજી મહારાજ તથા ભગવાન શ્રી
કૃષ્ણના ફોટો લગાડેલ હોય છે જ્યારે ફટાકડા ફૂટે છે ત્યારે ભગવાનના ફોટાના પણ ચીથડે ચીથડા થઈ જાય છે અને
લોકોના પગે કચડાય છે આ કારણે હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે અને ભારોભાર રોષ ફેલાઈ છે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,આરએસએસ. સહિતની ધાર્મિક સંસ્થાઓ સતત  સામાજિક જાગૃતિ માટે ખૂબ  મહેનત અને પ્રયત્નો કરી
રહ્યા છીએ સાથે સરકારને આવેદનપત્ર આપીને જે દુકાનદારો પાસે આવા ફટાકડા છે તેનુ વેચાણ બંધ કરાવીએ છીએ
તેમ છતા આવા ફટાકડાનુ વેચાણ બંધ થતું નથી જેથી આપ ઉમરાળા મામલતદાર,પોલીસ અધિકારીને નિવેદન છે કે આપ આવા ફટાકડાના વિક્રેતા પર IPC કલમ 295,2954,296,298 મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા
સાથે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા આપની પાસે માંગણી કરે છે અમને પુરી આશા છે કે હિન્દુ ધર્મની લાગણીને
ધ્યાનમાં લઈ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 671

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *