ઉમરાળા ગ્રામ પંચાયતમાં નવા સરપંચ આવ્યાને 15 દિવસ થયા
ઉમરાળા ગામના નવ નિયુક્ત સરપંચ હાલ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યા માત્ર 19 દિવસમાં 24 જેટલા નાના મોટા કામોને પંચાયતમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર પુરા કર્યા છે આજ રોજ ઉમરાળા ગામના નવનિયુક્ત સરપંચ ધર્મેન્દ્રભાઈ કિશોરભાઈ હેજમ દ્વારા પ્રથમ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગામના વિવિધ પ્રશ્નો જેમકે ગટરના પ્રશ્નો,પાણીના પ્રશ્નો,રોડ રસ્તાના પ્રશ્નો,સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો,સફાઈ કામના પ્રશ્નો વિગેરે પ્રશ્નો અંગે માહિતગાર કરી આગામી કામોના આયોજનની માહિતી આપવામાં આવી હતી ઉમરાળામાં માત્ર ૧૯ દિવસમાં પંચાયતમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર અંદાજે 6 થી 7 લાખના ખર્ચે ગટરના રીપેરીંગ, પાણીની લાઇનના રીપેરીંગ,રોડ રસ્તાના રીપેરીંગ,નવા બગીચા, એલઇડી લાઈટો,સ્ટ્રીટ લાઈટના નવા પોલ,પંચાયત હેલ્પલાઇન નંબર,પંચાયત ઘરનું ફર્નિચર સાથે રીનોવેશન,વગેરે ૨૪ કામો કરનાર સરપંચ ધર્મેન્દ્રભાઈના કામની તાલુકા વિકાસ અધિકારીએ પ્રશંસા કરી હતી તેમજ ઉમરાળા ગામના વતનીને ભુતપૂર્વ તલાટી મંત્રી રણધિરસિંહ ગોહિલ દ્વારા ધર્મેન્દ્રભાઈ તેમજ તેમની સમગ્ર ટીમને અભિનંદન આપી ધર્મેન્દ્રભાઈ ની ગામ પ્રત્યેની લાગણી અને સેવાને બિરદાવી હતી ત્યારબાદ ઉમરાળા ગામના લોકપ્રશ્નો ને વાંચા આપવામાં આવી હતી આ ગ્રામ સભામાં ગામના સરપંચ,તાલુકા પંચાયત પ્રમુખ,તાલુકા વિકાસ અધિકારી, ઉમરાળા ગ્રામ પંચાયત તલાટી મંત્રી,ગ્રામ પંચાયતના સદસ્યો, ગામના વશિષ્ઠ આગેવાનો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા