Latest

અરવલ્લીઃ વડોદરાના પરિવારે બાયડના આંબાગામ, રૂપારેલ અને માલપુરના ઉભરાણ પ્રાથમિક શાળામાં સ્પોર્ટસ ડ્રેસ,સ્કુલ બેગ, સ્પોર્ટ બુટનું 550 બાળકોને વિતરણ કર્યું…

કપિલ પટેલ દ્વાર અરવલ્લી અરવલ્લી જીલ્લાના બાયડ અને માલપુર તાલુકાના પ્રાથમિક શાળાના 550 બાળકોને વડોદરાના સિદ્ધપરા પરિવાર તરફથી સ્પોર્ટસ ડ્રેસ, સ્કુલ બેગ અને સ્પોર્ટસ બુટનું વિતરણ કરવામાં આવતાં ગ્રામિણ વિસ્તારમાં વિદ્યાર્થીઓને મદદ કરવાની આ પરિવારની સખાવતી ભાવનાને ગ્રામજનોએ બિરદાવી હતી.  વડોદરાની મકરપુરા સ્થિત પ્રતિષ્ઠિત કંપની મેકસ્ટીલ વાયર હેલ્ડ્સ પ્રા લિ. ના માલિકો રમેશભાઈ સિદ્ધપરા અને અર્પિતભાઈ સિદ્ધપરા પરિવાર તરફથી અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબાગામ,રૂપારેલ અને માલપુર તાલુકામાં ઉભરાણ પ્રાથમિક શાળામાં 550 વિદ્યાર્થીઓને અંદાજે એક કીટની કિંમત 700 થી 800 રૂપિયાની જેમાં સ્પોર્ટસ ડ્રેસ, સ્કુલ બેગ અને સ્પોર્ટસ શુઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાયડ તાલુકાના આંબાગામ પ્રાથમિક શાળાના 250 વિધ્યાર્થીઓ, રૂપારેલ પ્રાથમિક શાળાના 150 વિધ્યાર્થીઓ અને માલપુર તાલુકાની ઉભરાણ પ્રાથમિક શાળાના 150 વિધ્યાર્થીઓને આ કિટનો લાભ મળ્યો હતો. વડોદરાના આ સિદ્ધપરા પરિવારની સખાવતને શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ બિરદાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *