➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો.રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની તથા ક્રિકેટ સટ્ટાની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
➡ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો મહુવા સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા. દરમ્યાન પો.કોન્સ અલ્તાફભાઈ ગાહાને બાતમીરાહે હકીકત મળેલ કે, મકાન નં.૦૧ની સામે, કાપડીયાનગર-૧, મોટા જાદરા રોડ, મહુવા ખાતે એક નંબર પ્લેટ વગરની ભુરા કલરની જ્યુપીટર સ્કુટરમાં કાળા ક્લરનું ટીશર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ ઈસમ તેના મોબાઈલ ફોનમાં આઈ.ડી મારફતે હાલ માં રમાઈ રહેલ આઈ.પી.એલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન પૈસાવતી હારજીતનો જુગાર રમે છે. તથા બીજાની આઈ.ડીમાં ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન પૈસા વતી હારજીતનો જુગાર રમી/રમાડે છે. જે બાતમી આધારે રેઈડ કરતા નટુભાઈ જોધાભાઈ બારૈયા ઉ.વ.૩૪ રહે. મકાન નં.૦૧, કાપડીયાનગર-૧, મોટા જાદરા રોડ, મહુવા જી.ભાવનગરવાળો robert999.com આઈ.ડી ઉપર તા.૨૫/૦૫/૨૦૨૨ ના રોજની I.P.L. ની રોયલ ચેલેન્જર્સ બેગ્લોર્સ તથા લખનૌ સુપર જાયન્ટ વચ્ચેની 20-20 ક્રિકેટ મેચ ઉપર હારજીતનો ઓનલાઈન જુગાર રમતો મળી આવેલ. મજકુરને આ આઈ.ડી હમીદ મોરખ રહે.નુતનનગર, હેવન હોટલની સામે, મહુવાવાળે આપેલ હોવાનું અને પોતે આ આઈ.ડી ઉપર થી કમિશન ઉપર કામ કરી અન્ય આઈ.ડીઓમાં પૈસાની લેતી દેતી કરતો હોવાનું જણાવેલ હોય જેથી મજકુર વિરુધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોકડ રૂ.૨૧,૮૦૦/-ની ચલણી નોટો
2. મોબાઈલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૧૬,૦૦૦/-,
3. ટી.વી.એસ જયુપીટર સ્કુટર રજી.નંબર વગરનું કિ.રૂ.૫૦,૦૦૦/-
4. ક્રિકેટ સટ્ટાના હારજીતના હિસાબના આંકડાઓ લખેલ ચીઠ્ઠી નંગ-૦૧ કિરુ.૦૦/૦૦ મળી કુલ કિરુ.૮૭,૮૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા,પો.હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા, રાજેન્દ્રસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, હિતેશકુમાર મકવાણા તથા પો.કોન્સ અલ્તાફભાઈ ગાહા તથા ડ્રા.પો.કોન્સ મહેંદ્રસિંહ જાડેજાએ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતા.
રિપોટ બાય અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર