અમદાવાદ: પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી અંતર્ગતની પ્રક્રિયા સંદર્ભે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
ભીંત સૂત્રો પૈકી “મોદીનું ગુજરાત અને ગુજરાતના મોદી” “ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ” “સૌનો સાથ,સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ” એમ મુખ્ય સ્લોગન પોતાના સ્વહસ્તે ભીંત પર બનાવીને વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો જીતવા ભાજપાના કાર્યકર્તાઓ સુસજ્જ છે તેનું આહવાન કરી ચૂંટણી અભિયાનનું બ્યુગલ ફૂંકી શ્રી ગણેશ કર્યા હતા.
આ પ્રસંગે મીડિયાને સંબોધતાં સી આર પાટીલે જણાવ્યું કે સુરત અને કર્ણાવતી ખાતે ભીંત ચિત્ર – વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનો શુભારંભ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપએ છેલ્લા ૫ વર્ષ દરમ્યાન કરેલ કાર્યોને પ્રજા સુધી લઈ જવાશે.
ભાજપા ગુજરાતમાં ૨૫ વરસથી વધુથી સેવા કરીને અનેકાનેક યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડયા છે. ભાજપા નવી તેમજ આધુનિક તમામ પદ્ધતિઓ થકી ચૂંટણી પ્રચાર કરી જનતા જનાર્દન સુધી પહોંચવાના તમામ પ્રયત્નો હાથ ધરશે.
આજના આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી અને મહાનગરના પ્રભારીશ્રી પ્રદીપ સિંહજી વાઘેલા, પ્રદેશ સહ કોષાધ્યક્ષશ્રી અને પ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષશ્રી અમિત ભાઈ પી શાહ,રાજ્યના મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર, મંત્રીશ્રી જગદીશભાઇ પંચાલ, મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર, પ્રદેશ સહ પ્રવકતશ્રી ડો ઋત્વિજ પટેલ સહિત પ્રદેશ તેમજ શહેરના પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.