શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો દેવ દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે તાજેતરમા ભાદરવી મહાકુંભ સુખ સપન્ન રીતે પુર્ણ થયો છે ત્યારે આજે સવારે અંબાજી મંદીર ખાતે બનાસકાંઠા ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના મંત્રી કીર્તિ સિંહ વાધેલા વહેલી સવારે મંગળા આરતી મા ભાગ લીધો હતો અને અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં જન આશિર્વાદ યાત્રા નું અંબાજી શુક્રવારે સમાપન થયું હતું અને બનાસકાંઠા ના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર અંબાજી મંદિર શુક્રવારે આવી પહોંચતા ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંબાજી મંદિર ના ચેરમેન અને વહીવટદાર ખાસ હાજર રહ્યા હતા તેમણે માતાજીનાં ગર્ભગૃહ મા માતાજીનાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ ભૈરવજીના દર્શન કર્યા હતા તેમની સાથે ભાજપના કાર્યકરો અને નેતાઓ જોડાયાં હતાં. અંબાજી મંદિર ના ચેરમેન આનંદ પટેલ દ્વારા પ્રભારી મંત્રી નું શ્રી યંત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આજે શનિવારે સવારે મંગળા આરતી મા ભાગ લીધો હતો અને કિર્તીસિંહ વાઘેલા માતાજીનાં મંદિરે દર્શન કર્યા હતા અને ત્યારબાદ ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા. મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા
અંબાજી પ્રહલાદ પુજારી