દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પેશ્યલ ઓપરેશન મેડલ 2020ની જાહેરાત કરી છે જેમાં ગુજરાતના પાંચ પોલીસ અધિકારી એવોર્ડ માટે પસંદગી પામ્યા છે. જેના દ્વારા ગુજરાત પોલીસ માટે ગર્વની ક્ષણ બનવા પામી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સ્પેશ્યલ ઓપરેશન મેડલની જાહેરાત કરવામાં આવી હતી. 2020ના વર્ષ માટે વિવિધ દળ માટે ખાસ સુવિધા આપીને સિમાચિન્હ રૂપ કામગીરી કરનારા જવાનો/અધિકરુઓને કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે. ગુજરાતના પાંચ પોલીસ અધિકારીઓની આ પુરસ્કાર માટે પસંદગી થઇ છે. જેમાં ATS DIG હિમાંશુ શુક્લા, SP ઇમ્તિયાઝ જી. શેખ, ATS Dysp કનુભાઇ કે પટેલ, PI વિજય મલ્હોત્રા અને સબ ઇન્સપેક્ટર કેતન ભુવાની આ પુરસ્કાર માટે પસંદગી પામ્યા છે.
આ એવોર્ડ હથિયારી દળોને ખુબજ વિશિષ્ટ કામગીરી બદલ આપવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઉચ્ચ કોટીનાં બલિદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે. સમગ્ર દેશમાંથી પોલીસ અધિકારી દ્વારા અલગ અલગ એન્ટ્રી મોકલવામાં આવે છે. જેમાંથી વિશિષ્ટ સેવા બદલ ખાસ જ્યુરી દ્વારા અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે. જેમાં તેમના અદમ્ય શોર્ય અને સાહસને બિરદાવવા માટે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. ગુજરાત પોલીસ માટે આ ગર્વની ક્ષણ બની છે અને તેના કારણે ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ પણ ટ્વીટ કરીને સર્વે અધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ એવોર્ડમાં કર્ણાટકનાં 6, ગુજરાતના 5, તમિલનાડુના 5, કેરળના 8 પોલીસ અધિકારીઓને આ પુરસ્કાર કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ પોલીસ બેડામાં ખુબ જ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત મેડલ ગણવામાં આવે છે. ગુજરાતના 5 કર્મીઓને આ એવોર્ડ મળતા ગુજરાત પોલીસ માટે ગર્વની ક્ષણ જોવા મળી છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.. તમામ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન….💐