➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ નામ.સુપ્રિમ કોર્ટનાં તા.૨૩/૦૩/૨૦૨૦ તથા તા.૦૭/૦૫/ ૨૦૨૧નાં હુકમોને આધારે કોરોનાની પ્રથમ તથા બીજી લહેરમાં પાત્રતા ધરાવતાં કેદીઓને અગાઉની નિયત શરતોને આધિન દિન-૬૦ વચગાળાની રજા ઉપર જેલમાંથી મુકત કરવામાં આવેલ. જે પૈકી નીચે મુજબનાં કેદીઓ નિયત સમયે જેલમાં હાજર થયેલ નહિ. તેઓ વચગાળાની રજા ઉપરથી ફરાર થઇ ગયેલ. આવાં ફરાર કેદીઓને ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફે ઝડપી પાડી જેલ હવાલે કરવામાં સફળતા મળેલ છે.
1️⃣ જેસર પોલીસ સ્ટેશન પ્રોહિ.
ગુ.ર.નં. ૯૯/૨૦૨૧ મુજબનાં
ગુન્હાનાં કામે ભાવનગર
જિલ્લા જેલનાં કાચા કામનાં
કેદી ભુપતભાઇ ભવાનભાઇ
ઝાલા ઉ.વ.૫૫ રહે.ફુલવાડી
વિસ્તાર તા.જેસર જી.ભાવનગર
વાળાને તેનાં રહેણાંક મકાન
પાસેથી પકડી પાડવામાં આવેલ.
2️⃣ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન
ગુ.ર.નં.૧૦૭૮/૨૦૨૧ મુજબનાં
ગુન્હાનાં કામે ભાવનગર જિલ્લા
જેલનાં કાચા કામનાં કેદી નરેશ
ભાઇ સવજીભાઇ મકવાણા
ઉ.વ.૩૬ રહે.માનવડ
તા.પાલીતાણા જી.ભાવનગર
વાળાને તેનાં રહેણાંક મકાન
પાસેથી પકડી પાડવામાં આવેલ.
વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૫૯/૨૦૨૧ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે ભાવનગર જીલ્લા જેલનાં કાચા કામનાં કેદીઓને પકડી પાડવામાં આવેલ.
3️⃣ દિલીપભાઇ ભુપતભાઇ બારૈયા
ઉ.વ. ૩૩ રહે.મુકેશભાઇની
દુકાન પાસે, રૂખડીયા હનુમાન
મંદિર પાછળ, કરચલીયા પરા
ભાવનગર
4️⃣ મુકેશભાઇ મનજીભાઇ સોલંકી
ઉ.વ.૩૦ રહે.રામાપીરના મંદિર
પાસે,બજરંગ અખાડા,કરચલીયા
પરા,ભાવનગર
5️⃣ શંકરભાઇ લક્ષ્મણભાઇકાગફળી
ઉ.વ.૩૫ રહે.ઇસ્માઇલભાઇના
મકાનમા ભાડેથી, લેપ્રેસીકોલોની,
ટેકરી ચોક,પ્રભુદાસ તળાવ,
ભાવનગર
➡ આમ, ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/ પેરોલ ફર્લો સ્કવોડને વચગાળા ની રજા ઉપરથી ફરાર થયેલ કાચા કામનાં કુલ-૫ કેદીઓને ઝડપી પાડવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.
➡ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા સાહેબ, પી.આર. સરવૈયા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા, હરીચંદ્દસિંહ ગોહિલ,ઇમ્તિયાઝ ખાન પઠાણ,સંજયભાઇ ચુડાસમા એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.