➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ નામ. સુપ્રિમ કોર્ટનાં તા.૨૩/૦૩/૨૦૨૦ તથા તા.૦૭/૦૫/ ૨૦૨૧નાં હુકમોને આધારે કોરોનાની પ્રથમ તથા બીજી લહેરમાં પાત્રતા ધરાવતાં કેદીઓને અગાઉની નિયત શરતોને આધિન દિન-૬૦ વચગાળાની રજા ઉપર જેલમાંથી મુકત કરવામાં આવેલ. જે પૈકી નીચે મુજબનાં કેદીઓ નિયત સમયે જેલમાં હાજર થયેલ નહિ. તેઓ વચગાળાની રજા ઉપરથી ફરાર થઇ ગયેલ. આવાં ફરાર કેદીઓને તેઓનાં રહેણાંક મકાન પાસેથી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફે ઝડપી પાડી જેલ હવાલે કરવામાં સફળતા મળેલ છે.
1️⃣ નામ. એડી. જયુડી. મેજી. શ્રી,મહુવા
કોર્ટનાં ફો.કે.નં.૬૭૩/૨૦૧૯નાં કામે
ફરાર કાચા કામનાં કેદી હરેશભાઇ
મુળજીભાઇ જેઠવા ઉ.વ.૨૫ ધંધો-
ખેતીકામ રહે.છાપરી તા.મહુવા
જી.ભાવનગર
2️⃣ બગદાણા પો.સ્ટે.ગુ.ર.નં.૫૨૯/૨૦૨૧
નાં કામે ફરાર કાચા કામનાં કેદી પમા
ભાઇ ઉર્ફે પલલો પોપટભાઇ માવરીયા
ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે. ગુંદરણા
તા.મહુવા જી.ભાવનગર
3️⃣ નામ.એડી. જયુડી. મેજી.શ્રી,
મહુવા કોર્ટનાં ફો.કે.નં.૨૫૫૦/
૨૦૨૧નાં કામે ફરાર કાચા કામનાં
કેદી હમીરભાઇ બચુભાઇ મેર
ઉ.વ.૩૬ ધંધો-મજુરી
રહે.ખડસલીયા તા.મહુવા
જી.ભાવનગર
➡ આમ, ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/ પેરોલ ફર્લો સ્કવોડને કોરોના સમયગાળા દરમ્યાન વચગાળાની રજા ઉપર મુકત થઇ ફરાર થઇ ગયેલ કેદીઓ પૈકી કુલ-૮ કેદીઓને ચોવીસ કલાકમાં ઝડપી પાડવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.
➡આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા સાહેબ,પી.આર.સરવૈયા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલ,હેડ કોન્સ. અરવિંદભાઇ બારૈયા,પો.કોન્સ. અલ્તાફ ભાઇ ગાહા, જયદિપસિંહ ગોહિલ તથા ડ્રાયવર સુરુભા ગોહિલ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.