➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ નામ. સુપ્રિમ કોર્ટનાં તા.૨૩/૦૩/૨૦૨૦ તથા તા.૦૭/૦૫/૨૦૨૧નાં હુકમોને આધારે કોરોનાની પ્રથમ તથા બીજી લહેરમાં પાત્રતા ધરાવતાં કેદીઓને અગાઉની નિયત શરતોને આધિન દિન-૬૦ વચગાળાની રજા ઉપર જેલમાંથી મુકત કરવામાં આવેલ. જે કેદીઓ નિયત સમયે જેલમાં હાજર થયેલ નહિ. તેઓ વચગાળાની રજા ઉપરથી ફરાર થઇ ગયેલ. આવાં ફરાર કેદીઓને ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં સફળતા મળેલ છે.
➡ ભાવનગર, નામદાર જયુડી.કોર્ટ જેસર ના C.C.NO ૬૦૯/૨૦૨૧ના કામે સજા ભોગવતાં કાચા કામનાં કેદી ભીમાભાઇ ભીખાભાઇ ચાવડા ઉ.વ ૪૫ ધંધો મજુરી રહે જુના પાદર ગામ તા જેસર જી ભાવનગરવાળા તેઓનાં ગામ રામજી મંદિર પાસે બેસેલ હાજર હોવાની માહિતી આધારે તપાસ કરતાં તેઓ હાજર મળી આવતાં તેઓને હસ્તગત કરી ભાવનગર લાવી કોરોના ટેસ્ટ કરાવતાં રીપોર્ટ નેગેટીવ આવેલ.જેથી તેઓને ભાવનગર જિલ્લ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
➡આમ, ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડને વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ કાચા કામનાં કેદીને ઝડપી પાડવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.
➡આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરાસાહેબ, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાસાહેબ, પી.આર.સરવૈયા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, વનરાજભાઇ ખુમાણ,પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા, હરીચંદ્દસિંહ ગોહિલ,શકિતસિંહ સરવૈયા, જયદિપસિંહ ગોહિલ, ઇમ્તિયાજખાન પઠાણ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.