શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. 2 એપ્રિલથી સમગ્ર દેશમાં નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અંબાજી થી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત ઉપર નવદુર્ગા મંદિર ખાતે 5 નદીનું જળ લાવીને જવેરા વિધિ કરવામાં આવી હતી. સૂર્ય અસ્ત થયા બાદ આ વિધિ 155 વર્ષ કરતા વધુ સમયથી યોજાય છે. અમાવસ ના દિવસે સૂર્ય અસ્ત સમયે આ પ્રાચીન વિધિ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી મા ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે.
અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બર ચાલતા જવાના રસ્તા ઉપર નવદુર્ગા મા નું પ્રાચીન મંદિર આવેલું છે. ગુજરાતનું પ્રાચીન નવદુર્ગા મંદિર ગબ્બર ખાતે આવેલું છે. છેલ્લા કેટલાય વર્ષોથી નવરાત્રિ પર્વના એક દિવસ અગાઉ ગબ્બર ખાતે 5 નદીનું જળ લાવીને જવેરા વિધિ કરાય છે અને ત્યારબાદ માતાજીનું સ્થાપન કરાયુ હતું અને ત્યારબાદ મહારાજ દ્વારા હાથમાં ત્રિશુળ લઇને માતાજીની આરતી પણ કરવામાં આવી હતી. આ મંદિરમાં બડે બાપુ વર્ષો થી માતાજીની આરાધના કરી રહ્યા છે અને નવરાત્રીમા માત્ર પાણી પીને વ્રત કરે છે.
અંબાજી પ્રહલાદ પૂજારી