શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ નવરાત્રીના આઠમના દિવસે ગાંધીનગર નો પરિવાર છેલ્લા 7 વર્ષથી નવરાત્રીમા જવેરા લઈને મા અંબાના મંદિર માં આવે છે.
ગાંધીનગર ધોળાકુવા ના જીતેન્દ્રસિંહ યાદવએ જણાવ્યું હતું કે અમે નવરાત્રીના પ્રથમ દિવસે જવેરાનું ઘટસ્થાપન કરીએ છીએ અને આઠમના દિવસે સવારે ઘરે પૂજાપાઠ કરીને અમારા પરિવારના સભ્યો જવેરા લઈને મા અંબાના મંદિર અંબાજી ખાતે આવીએ છીએ અને અંબાજી મંદિરમાં જવેરા અર્પણ કરીને ઘરે જઈએ છીએ. અંબાજી માતાજી અમારી તમામ મનોકામના પૂરી કરે છે તેમ તેમણે જણાવ્યું હતું
અંબાજી પ્રહલાદ પુજારી