Breaking NewsCrime

પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલ અને ગીર સોમનાથ જિલ્લાનાં ગુન્હામાં છેલ્લાં ૧૧ વર્ષથી તથા ભાવનગર જિલ્લાનાં ગુન્હામાં ૯ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ-ફર્લો સ્કવોડ

💫 ગુજરાત રાજયનાં ડી.જી.પી. શ્રી તરફથી રાજયનાં પેરોલ, ફર્લો, વચગાળાનાં જામીન, પોલીસ જાપ્તા અને જેલ ફરારી કેદીઓને પકડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્કવોડ સ્ટાફનાં માણસોને ઉપરોકત પરિણામલક્ષી કામગીરી કરવા માટે જરૂરી સુચના આપેલ.

💫 ભાવનગર, વેળાવદર ભાલ પો.સ્ટે.નાં સને-૨૦૧૨નાં લગ્નની લાલચ આપી બદકામ કરવાનાં ઇરાદે સગીર વયની કિશોરીને ભગાડી જવાનાં ગુન્હામાં પકડાયેલ આરોપી ધીરૂભાઇ ઉર્ફે છોટુભા હમીરભાઇ સોલંકી રહે.અંબાડા તા.ઉના જી.ગીર સોમનાથવાળો જે તે સમયે પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલ.જે અંગે તેનાં વિરૂધ્ધ સને-૨૦૧૨માં વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ. આ આરોપી વિરૂધ્ધ ગીર ગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. ૩૦૨૪/૨૦૧૦ ઇ.પી.કો.કલમઃ-૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(૨) વિગેરે મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. જે ગુન્હામાં પણ તેને પકડવાનો બાકી છે.આ બે ગુન્હાઓમાં પકડવાનાં બાકી આરોપી ધીરૂભાઇ ઉર્ફે છોટુભા હમીરભાઇ હાલ કચ્છ, આદિપુરનાં અંતરજાળ ગામે રહેતાં હોવાની ચોક્કસ અને સચોટ માહિતી એલ.સી.બી.નાં હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદિયાને મળી આવેલ. જે હકિકત ટેકનીકલ સોર્સથી વેરીફાય કરાવી અને એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્કવોડનાં સ્ટાફનાં માણસોએ કચ્છ, આદિપુરનાં અંતરજાળ ગામે જઇ આરોપી ધીરૂભાઇ ઉર્ફે છોટુભા હમીરભાઇ સોલંકી રહે.અંબાડા તા.ઉના જી.ગીર સોમનાથ હાલ-અંતરજાળ તા.આદિપુર,ગાંધીધામ-કચ્છવાળાને હસ્તગત કરી ભાવનગર ખાતે લાવી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપી આપેલ હતો. આ આરોપીને અટકાયત કરેલ હોવા અંગે ગીર ગઢડા પોલીસને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

💫 આમ, ગીર સોમનાથ જિલ્લાનાં ગુન્હામાં છેલ્લાં ૧૧ વર્ષથી અને ભાવનગરનાં ગુન્હામાં ૯ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડવામાં તેમજ અગાઉ લગ્નની લાલચ આપી બદકામ કરવાનાં ઇરાદે દાખલ થયેલ ગુન્હામાં ફરાર કેદીને પકડી પાડવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ-ફર્લો સ્કવોડને ખુબ જ મહત્વની સફળતા મળેલ.

💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કવોડ સ્ટાફનાં પો.હેડ.કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, ઘનશ્યામભાઇ ગોહિલ, પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા, જયદિપસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર તથા ડ્રાયવર પદુભા ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

1 of 374

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *