બાળાઓની સફળતાને તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ, તમને લોકોને પણ જાણીને હર્ષ થશે એવી લાગણી સાથે જણાવવા માંગીએ છીએ કે ગુજરાતના સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં યોજાયેલ TAFTYGAS 4th National youth games and sports 2021-22 માં ઘણી બધી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સીનિયર ઈન્ડિયા ચેમ્પિયનશિપ હેન્ડબોલ રમવા ગયેલી વિદ્યાર્થિનીઓએ પોતાના પરિવાર, શાળા – કોલેજ તેમજ સૌરાષ્ટ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધામાં રમવા ગયેલી ગર્લ્સની સીનિયર ટીમમાં હેન્ડબોલ રમત રમનાર ખેલાડીઓ પાયલ વાઢેર, ઈતિશા ડાંગર, એકતા ચાવડા, નિતલ પરમાર, સંગીતા મેડા, ક્રિષ્ના ચાવડા, નેન્સી શિંદે, સ્વાતી ગામીત, નિધી નાયકા, મિતલ દેથરીયા અને કરીના કારીયા હતી. જેઓએ અભ્યાસની સાથે-સાથે રમતમાં પણ સારું એવું પ્રદર્શન આપ્યું છે. ટીમના કોચ તરીકે હાર્દિક સૈંદાણે, ઝાલા જયદીપસિંહ, ઝાલા જયપાલસિંહ, બાહેરિયા દિલીપ અને ડાભી વિપુલભાઈએ કોચ તરીકેની ભૂમિકા નિભાવી હતી.
આ બાળાઓએ ભણતર સાથે રમતના ક્ષેત્રે સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી અને બીજી બાળાઓને માટે પણ પ્રેરણા રૂપ બની છે. આ વિદ્યાર્થીનીઓએ સીનિયર ઈન્ડિયા ચેમ્પિયનશિપ હેન્ડબોલ રમતમાં સ્થાન પ્રાપ્ત કરીને પોતાના પરિવાર તેમજ સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે.
આ સીનિયર ઈન્ડિયા ચેમ્પિયનશિપમાં હેન્ડબોલ રમવા ગયેલી વિદ્યાર્થિનીઓને જી એકસપ્રેસ ન્યુઝ ચેનલ તરફથી ખુબ-ખુબ શુભેચ્છા.