શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલ છે. ગુરુવારથી નવલા નોરતા ની શરૂઆત થઇ છે ત્યારે અંબાજી મંદિર ખાતે માઇભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે આજે બપોરે અંબાજી મંદિર ખાતે ગુજરાતના જાણીતા સિંગર જીગ્નેશ કવિરાજ પોતાના પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરના વહીવટદાર સાથે પણ તેમણે સૌજન્ય મુલાકાત કરી હતી.
આજે બપોરે ગુજરાતના જાણીતા સિંગર જીગ્નેશ કવિરાજ પત્ની અને બાળકો સાથે અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જીગ્નેશ કવિરાજ એ જણાવ્યું હતું અંબાજી મંદિરના દર્શન કરવા હુ અવાર નવાર આવુ છુ અને નવરાત્રી મા આજે માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવું છુ, અંબીકેશ્વર મહાદેવમા શિવજી ને જળ અર્પણ કર્યું હતું અને ત્યારબાદ ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા.
પ્રહલાદ પૂજારી અંબાજી