શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રીવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ ધામ મા માતાજીના ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આજે બપોરે અંબાજી મંદિર ખાતે ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આવ્યા હતા અને મંદીર ખાતે માતાજીના દર્શન કર્યા હતા.
અંબાજી ખાતે વિવિધ માઈભક્તો અને દેશભરમાથી માતાજીના મંદિર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે વીઆઇપી લોકો અને અધિકારીઓ પણ દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિર ના ગર્ભગૃહ મા આશિષ ભાટિયા એ માતાજીની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી