શક્તિ,ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે .હાલમાં અંબાજી મંદિર ખાતે રાજકીય નેતાઓ અને વીઆઈપી લોકો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે ગુરૂવારે વહેલી સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાની ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે અંબાજી મંદીર ખાતે પહોંચ્યા હતા અંબાજી મંદિરના ગર્ભગૃહમાં મંગળા આરતીમાં ભાગ લીધો હતો ભટ્ટજી મહારાજ દ્વારા તેમને પૂજા કરાવવામાં આવી હતી. ગુજરાતનો વિકાસ થાય તે માટે માતાજીને પ્રાર્થના પણ પૂર્વ મુખ્યમંત્રીએ કરી હતી.
આજે અંબાજી મંદિર ખાતે વહેલી સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાની ધર્મપત્ની સાથે મંદિરમાં આવ્યા હતા અંબાજી ખાતે તેવો બુધવારે રાત્રી રોકાણ કર્યું હતું અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર એસ જે ચાવડા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈને તેમને પૂજા-અર્ચના કરી હતી અને મંદિરના શિખર ઉપર જઈને માતાજીને ધજા ચઢાવી હતી ત્યારબાદ મતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી ત્યારબાદ તેમને ભૈરવ મંદિરના દર્શન કર્યા હતા અને ગાંધીનગર જવા રવાના થયા હતા.
અંબાજી પ્રહલાદ પુજારી