ગાંધીનગર: ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સુપોષણ અભિયાન અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશના મહામંત્રીશ્રીઓ, ડોકટર સેલના સભ્યો, સુપોષણ અભિયાનની પ્રદેશની ટીમ,જીલ્લા/મહાનગરના પક્ષના મહામંત્રીશ્રીઓ, જીલ્લા/મહાનગરના મહિલા મોરચાના પ્રમુખશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યકરો દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન અને અભિયાનના ઇન્ચાર્જશ્રી રજનીભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજયભરના બાળકોને સ્વસ્થ રાખી સશકત ગુજરાત બને તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી અને સુપોષણ અભિયાનના ઇન્ચાર્જશ્રી રજનીભાઇ પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ભાજપના કાર્યકર ફકત ચૂંટણીલક્ષી કાર્યો નહી પરંતુ સમાજના સેવા માટે પ્રત્યેક પ્રકલ્પોનું વિચાર હરહંમેશા કરતા હોઇએ છીએ. આ અભિયાનને જીલ્લાથી લઇ મંડળ સુધી અને મંડળથી બુથ સુઘી કેવી રીતે લઇ જવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ અભિયાન અંતર્ગત બાળકોને દત્તક રાખનાર વાલીની માહિતી કેવી રીતે એકત્ર રાખવી અને દરેક જિલ્લામાં પ્રદેશના ડોકટર સેલના કાર્યકરો પણ આ અભિયાનમાં મદદરૂપ થનારા છે તે અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં સુપોષણ શા માટે જરૂરી છે,અને કેવી રીતે બાળક સુપોષીત થઇ શકે તે અંગે ડોકટર સેલના પ્રદેશના સંયોજકશ્રી ધર્મેન્દ્રભાઇ ગજ્જરે માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી ધર્મેન્દ્રભાઇએ ઉપસ્થિત સભ્યોશ્રીઓને સુપોષણ શું છે અને કુપોષણ શું છે અને બાળકોને યોગ્ય સારવાર કેવી રીતે મળી શકે તે અંગે વિસ્તારથી માહિતી આપી હતી. બાળકોને ત્રણ કેટેગરીમાં જુદા પાડવા જણાવ્યું જેમા 0-6મહિના સુધીના બાળકોને માતાનું દૂધ આપવા અંગે માહિતી આપવી, 6(મહિના)-2 વર્ષ સુધીના બાળકોને અને 2 વર્ષ થી 6 વર્ષ સુધીના બાળકોને કેવો આહાર આપવો,બાળકોનું મોનીટરીંગ કેવી રીતે કરવું તે અંગે માહિતી આપી હતી. અતીકુપોષીત બાળકો પર વધુ ધ્યાન આપી રાજયમાં કુપોષણનો રેટ ઘટે તે અગે જણાવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં અમદાવાદ પુર્વના હોમયોપેથિક ડોકટર એસોશિયેશન દ્વારા 600 બાળકો ને ડોકટર સેલ તરીકે દત્તક લઇ બાળકોને પોષ્ટીક આહાર મળે તે માહિતી આપી હતી.
આ બેઠકમાં મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડો.શ્રદ્ધાબેન રાજપુતે સંબોધનમાં કુપોષીત બાળકોને કેવી રીતે દત્તક લેવું ,બાળકોને દત્તકે લેવા માહિતી કેવી રીતે મેળવવી તે અંગે માહિતી આપી હતી. કુપોષીત બાળકોને 3 મહિના સુધી મોનીટરીંગ કરવું. બાળકોનું કાઉન્સીલીંગ કેવી રીતે કરવું તે અંગે માહિતી આપી હતી.
આ બેઠકમાં ડો. અનિલ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર બાળકોને જન્મથી લઇ મૃત્યુદર ઘટાડવા અંગે વિવિઘ યોજનાઓ બહાર પાડી છે તે અંગે માહિતી આપી હતી. કુપોષીત બાળકો ને સ્વસ્થ કરવાના આ અભિયાનમાં બાળકના માતા-પિતાનું કાઉન્સીલંગ કરવવું પણ ખૂબ જરૂરી છે. બાળકના માત-પિતાને માહિતી આપવી કે બાળકને કેવો ખોરાક આપવો,તેમને સરકારશ્રીની યોજનાઓ અંગે માહીતી આપવા જણાવ્યું તેમજ કુપોષીત બાળકોને દત્તક લે તે વાલીઓએ તે બાળકનો હેલ્થ ગ્રોથ રિપોર્ટ તૈયાર કરવા માહિતી આપી હતી.
આ બેઠકમાં પ્રદેશના મહામંત્રીશ્રી ભાર્ગવભાઇ ભટ્ટે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ કેવળ મતો લેવા વાળી પાર્ટી નથી પરંતું સત્તાના માધ્યમથી જનતાની સેવા કરવાવાળું સંગઠન છે. રાજય સરકાર સાથે સંગઠન પણ રાજયના કુપોષીત બાળકોની ચિંતા કરે છે અને તેમને સ્વસ્થ કરવાની દિશામાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અભિયાનની શરૂઆત કરી છે. કુપોષિત બાળકને દત્તક લેવાનો હેતું શું છે તે અંગે વિસ્તારથી મહિતી આપી તેમજ જે જિલ્લા પછાત છે ત્યા કુપોષિત બાળક પર યોગ્ય દિશામાં ધ્યાન આપવા આહ્વાન કર્યુ હતું.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાએ સંબોધન કરતા જણાવ્યું કે, કોઇ પણ સારા કામને જમીની સ્તેર લઇ જવા અભિયાનનું સ્વરૂપ આપવું પડે છે. અને અભિયાનને જનઆંદલોન બનાવવા વધુમાં વધુ લોકોને જોડી યોગ્ય દિશામાં કામ કરવું પડે છે. ભાજપનો કાર્યકર ન માત્ર રાજકીય પ્રવૃતિ કરે સાથે તે સામાજીક પ્રવૃતિ પણ કરે તે અંગે સુચન કર્યુ હતું.
આ અભિયાનમાં વધુ ને વધુ લોકો જોડવાની કોમ્પીટીશન થાય અને વધુમાં વધુ લોકો બાળકોને દત્તક લઇ સુપોષીત કરે દિશામાં કામ કરવા આહ્વાન કર્યું હતું. આવનાર દિવસોમાં ગુજરાતમાં સુપોષણ અભિયાનનું ખૂબ મોટુ જન આંદોલન બને અને ભાજપના કાર્યકરોના માધ્યથી આખો દેશ આ અભિયાનથી પ્રેરણલા લે તેવી શુભાકામના પાઠવી હતી.