અમદાવાદ: ગુજરાત ATSને મહત્વની સફળતા હાથ લાગી છે જેમાં 1993 ના મુંબઇ બ્લાસ્ટના 4 આરોપીઓને અમદાવાદથી ઝડપી લીધા છે.
ગુજરાત ATS એ અમદાવાદમાં ઝડપાયા દાઉદના ચાર સાગરીતો, 1993 મુંબઈ બ્લાસ્ટમાં હતા વૉન્ટેડ. 1993ના મુંબઈ બ્લાસ્ટ બાદ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યાં હતા. 29 વર્ષથી હતા ફરાર. અત્યાર સુધીની ATS ની સૌથી મોટી સફળતા.
ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના 4 સાગરીતોની ધરપકડ અમદાવાદના સરદારનાગરમાંથી કરી છે. ATSએ અમદાવાદમાંથી 4 આરોપીની ધરપકડ કરી છે. આ ચારેય સાગરિતો બ્લાસ્ટ બાદ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યાં હતા અને નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતાં. ATSએ અબુ બકર, યુસુફ બટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીની ધરપકડ કરી છે.
વધુમાં જાણીએ તો એજન્સીઓને ગુમરાહ કરવા માટે તેઓ સતત પોતાના સરનામા બદલતા રહેતા. આ લોકોના પાસપોર્ટ પર નામ-સરનામાથી લઇને બધું જ નકલી હતુ. આ લોકોની પહેલાં ખરાઇ કરવામાં આવી. જ્યાર બાદ જાણ થઇ કે આ લોકો 1993 બ્લાસ્ટના આરોપીઓ જ છે.
ઉલ્લેખનીય છે કે, 12 માર્ચ 1993 ના રોજ મુંબઇ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વર્ષ 1993 અને તારીખ 12 માર્ચના રોજ મુંબઈમાં અનુક્રમે એક-બે નહીં પરંતુ 12 સીરિયલ બોમ્બ બ્લાસ્ટથી મુંબઇ હલબલી ઉઠ્યું હતું. આ બોમ્બ બ્લાસ્ટમાં અંદાજે 250થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 800થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ATSના પો. અધિક્ષક કે કે પટેલને મળેલ બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક બી એચ ચાવડા અને બી પી રોજીયા અને પીઆઇ વી બી પટેલની આગેવાની હેઠળ આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને ATS ને મોટી સફળતા હાથ લાગતા છેલ્લા 29 વર્ષથી ફરાર બૉમ્બ બ્લાસ્ટના 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.