પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી પી.આર. સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર શહેર વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી સાંજનાં સમયે ચાલવા નીકળેલ માણસો મોબાઇલ ફોનમાં વાત કરતાં હોય.ત્યારે મોટર સાયકલ ઉપર આવી મોબાઇલ ફોન આંચકી લઇ જવાનાં બનાવો બનતા હોવા અંગેનાં ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
ગઇકાલે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન *પો.હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્દભાઇ ચૌહાણને મળેલ બાતમી* આધારે ભાવનગર,કાળીયાબીડ, K.P.E.S. સ્કુલવાળા ખાંચા પાસેથી મેટાલીક ગ્રે કલરનાં હોન્ડા શાઇન મોટર સાયકલ રજી.નંબર-GJ-04-EB 2649 સાથે *જયેન્દ્દસિંહ ઉર્ફે ભયલુ મહેન્દ્દસિંહ સીંધા ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.બ્લોક નં.૪/એ, રૂમ નંબર-૨૦૬૦, શિવનગર,ભરતનગર,ભાવનગર* વાળા પાસેથી મોબાઇલ ફોન નંગ-૫ તથા મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- એમ કુલ રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી Cr.P.C. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી તેને હસ્તગત કરેલ.તેની પુછપરછ કરતાં તેણે તથા તેનાં મિત્ર સાથે મળી ઉપરોકત શાઇન મોટર સાયકલમાં જઇને છેલ્લાં બે મહિનાની અંદર ભાવનગર શહેરમાં સંસ્કાર મંડળની પાછળની ગલીમાંથી, વિદ્યાનગરમાં ચિતરંજન ચોકમાંથી, મીણબતી સર્કલમાંથી, ગાયત્રીનગર વિગેરે વિસ્તારમાંથી ચાલતાં-ચાલતાં મોબાઇલ ફોનમાં વાત કરવાવાળા માણસો પાસેથી આંચકીને લઇ લીધેલ હોવાનું જણાવેલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં સાગરભાઇ જોગદિયા, મહિપાલસિંહ ગોહિલ,ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ,વિઠ્ઠલભાઇ બારૈયા,સંજયભાઇ ચુડાસમા તથા ટેકનીકલ ટીમ