(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે નવા વર્ષના પ્રારંભે પોલીસને ચેકિંગ દરમિયાન મોટી સફળતા મળી છે અને મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લા ના એક આરોપીને 2.277 કિલોગ્રામ અફીણના રસકટ સાથે ઝડપીને કાયદેસર કાર્યવાહી કરી છે મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી પર ndps કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
રેન્જ આઈજી જે આર મોરથલિયા સાહેબની સૂચના થી સાથે બનાસકાંઠા એસપી તરુણ દુગ્ગલ ના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં દારૂ જુગાર સહિત અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે તમામ પોલીસ મથકોને કડક સુચના આપવામાં આવેલી છે ત્યારે અંબાજી પોલીસ પણ આ સૂચના ને અનુસરીને છાપરી ચેક પોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરતા અહીં રાજસ્થાનના રહેવાસી પ્રકાશસિંગ મોગુસિંગ રાવત ( મીણા) રહેવાસી કંબોલિયા ની ઘરપકડ કરેલ છે અંબાજી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
@@છાપરી બોર્ડર પર અંબાજી પોલીસને મળી સફળતા@@
ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા વાળા મોટા ભાગે ખરાબ રસ્તો અપનાવતા હોય છે પરંતુ પોલીસ પણ એક્શન મોડ મા હોવાથી અલગ મોડસ ઓપરેન્ડી અપનાવતા આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ જતાં હોય છે, છાપરી બોર્ડર પર શનિવારના રાત્રે અંબાજી પોલીસે સુંદર કામગીરી હાથ ધરી અફીણનો રસકટ નો જથ્થો ઝડપીને પોતાની સુંદર કામગીરી નો પરિચય આપ્યો હતો