તારીખ:૨૬.૦૮.૨૧
સ્થળ:કોડીનાર
શિક્ષકોની ભરતી કરતા પહેલા લેવાતી ટેટ-૧ અને ટેટ-૨ ની પરીક્ષા ૨૦૧૭-૧૮ બાદ ન લેવાતા ૨૦૧૮ થી ૨૦૨૧ દરમિયાન બી.એડ અને પી.ટી.સી(ભાવિ શિક્ષકો)અભ્યાસક્રમ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓના સમર્થનમાં કોડીનાર મામલતદારશ્રી મારફત શિક્ષણમંત્રી ને સંબોધીને આવેદનપત્ર અપાયું.
રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવા માટે ટીચર એલિજીબલ ટેસ્ટ(TET)નામની પરીક્ષા લેવામાં આવે છે,ત્યારબાદ શિક્ષકોની ભરતી કરતી વખતે TET ની પરીક્ષા ફરજીયાત પાસ હોવી જોઈએ અને મેરિટના ધોરણે નિમણૂક આપવામાં આવે છે,પરંતુ રાજ્યમાં આશરે ત્રણ થી ચાર વર્ષથી TET ની પરીક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓમાં સરકાર તરફ નારાજગી જોવા મળી છે જેના અનુસંધાનમાં આજરોજ કોડીનાર મામલતદાર સાહેબ મારફત શિક્ષણમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે.
વિશેષમાં વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે ૨૦૧૮ થી વિદ્યાર્થીઓ TET ની તૈયારી કરી રહ્યા હોય અને બેરોજગારીનો સામનો કરી રહ્યા છે ત્યારે TET ની પરીક્ષા ન લેવાતા લાંબો સમયથી બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે વિદ્યાર્થીઓએ અનેક સામાજિક અને આર્થિક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે,તેમજ દર વર્ષે બી.એડ અને પી.ટી.સી ના અભ્યાસક્રમમાં હજારો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે પરંતુ TET ની પરીક્ષા જ ન લેવામાં આવે તો બી.એડ અને પી.ટી.સીમાં પ્રવેશ મેળવવાનો હેતુ શું?,વળી આ પ્રમાણે tet ન લેવાતા દિવસે ને દિવસે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો રહેવાથી યુવાઓમાં શિક્ષક બનવા માટેના ઉત્સાહમાં ઘટાડો થશે અને બી.એડ અને પી.ટી.સીમાં પ્રવેશ મેળવવા સંકોશ અનુભવશે અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું સ્તર નિચું આવવાની શક્યતાઓ રહેશે.
વિદ્યાર્થીઓના સમર્થનમાં યુવા અગ્રણી બી.વી.આહીરે જણાવ્યું હતું કે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ ૨૦૧૮ ટેટ-૧ અને ટેટ-૨ ની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હોય ત્યારે સરકારે વિદ્યાર્થીઓના સંયમની પરીક્ષા લેવાના બદલે તાત્કાલિક ધોરણે ટેટ(TET)ની પરીક્ષા લઈને ભરતી પ્રક્રિયા હાથ ધરવી જોઇએ.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા