જનજાતિ અને વન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી સંયુક્ત માર્ગદર્શિકા,
ગ્રામસભાને મળશે સંચાલનના અધિકાર.
આજે 7 જુલાઈએ કેન્દ્રીય જનજાતિય કાર્યના મંત્રી શ્રી અર્જુન મુંડા અને કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જનજાતિ સમાજનો વનો પર અધિકાર હોવાની ઘોષણા કરી તથા બંને મંત્રાલયોના મુખ્ય સચિવોના હસ્તાક્ષર દ્વારા એક સંયુક્ત પરિપત્ર જાહેર કરાયો.
અરવલ્લી
આજે 6 જુલાઈએ કેન્દ્રીય જનજાતિય કાર્યના મંત્રી શ્રી અર્જુન મુંડા અને કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આદિવાસી સમાજને વનો પર અધિકાર હોવાની ઘોષણા કરતા, બંને મંત્રાલયોના મુખ્ય સચિવોના હસ્તાક્ષર દ્વારા એક સંયુક્ત પત્રક જાહેર કરાયું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, વન અધિકાર અધિનિયમ હેઠળ, સામુદાયિક વન સંસાધનોનો અધિકાર ગ્રામ સભાને આપવામાં આવે. વનવાસી કલ્યાણ આશ્રમ અને જનજાતિ સમાજ ઘણા વર્ષોથી આ માંગણી કરી રહયાં છે. કેન્દ્ર સરકારના આમંત્રણ પર દિલ્હી આવેલા કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.એચ.કે. નાગુ, જનજાતિ હિતરક્ષા પ્રમુખ
ગિરીશ કુબેર, દેવગિરી-મહારાષ્ટ્ર રાજ્ય પ્રમુખ ચેતરામજી પવાર, ગુજરાત રાજ્ય સહમંત્રી પ્રેમપ્યારી બહેન તડવી તથા મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને આસામના જનજાતિ સમાજના સામાજિક નેતાઓએ આ મહત્વપૂર્ણ સમારોહના સાક્ષી રહ્યા.
ભલે વિલંબથી પરંતુ યોગ્ય દિશામાં કરવામાં આવેલી આ પહેલ માટે વનવાસી કલ્યાણ આશ્રમ અને તેને સંલગ્ન ગુજરાત એકમ ની સંસ્થા જનજાતિ કલ્યાણ આશ્રમ કેન્દ્ર સરકાર, ખાસ કરીને વન અને પર્યાવરણ પ્રધાન શ્રી પ્રકાશ જાવડેકર અને જનજાતિ બાબતોના પ્રધાન શ્રી અર્જુન મુંડાને અભિનંદન પાઠવે છે. એવી આશા છે કે જો કોઈ પણ રાજ્યમાં સમયે સમયે તેના અમલીકરણના સ્તરે કોઈ સમસ્યા ઉભી થાય, તો બંને મંત્રાલયો સંયુક્ત પત્રો દ્વારા સમાન રીતે તે સમસ્યાનું સમાધાન લાવશે.
થોડા મહિના પહેલા જ શ્રી અર્જુન મુંડાએ ટ્વીટ કર્યું હતું કે, આગામી બે વર્ષમાં વન પર્યાવરણ મંત્રાલયના સહયોગથી સામુદાયિક વનો પર અધિકાર આપવાનું કાર્ય એક અભિયાન ચલાવીને પૂર્ણ કરવામાં આવશે. આજની કાર્યવાહી આ સંકલ્પને પૂર્ણ કરવા માટેનું પ્રથમ પગલું છે.
આ કાયદાના અમલીકરણનું કામ જનજાતિ વિભાગ પાસે છે, જે તેનો નોડલ વિભાગ છે. કેન્દ્રીય જનજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આ સંદર્ભે સમય સમય પર તમામ રાજ્યોના મુખ્ય સચિવોને યોગ્ય માર્ગદર્શિકા મોકલવામાં આવી છે. પરંતુ ઘણા રાજ્યોમાં, જનજાતિ બાબતોના મંત્રાલય અને વન મંત્રાલય ના
સંકલનના અભાવને કારણે જનજાતિ સમાજ હજી પણ વન સંસાધનોથી વંચિત છે. આ વન અધિકાર અધિનિયમ-2006 લાગુ હોવા છતાં, વનવિભાગના જુદા જુદા નિયમો અને કાયદાઓને લીધે, રાજ્યોની ફોરેસ્ટ બ્યુરોકસી દ્વારા આ કાયદાના મનસ્વી રીતે અર્થઘટનને કારણે ઘણા રાજ્યોના જનજાતિ સમાજને પોતાના પરંપરાગત વનક્ષેત્રના પુન:નિર્માણ, સંરક્ષણ,સંવર્ધન અને સંચાલનના અધિકારથી વંચિત રખાયા. આ જ કારણોસર, 2007 થી અત્યારસુધી આ સામુદાયિક વન અધિકાર નું અમલીકરણ 10% જેટલું પણ નથી થયું.
ગુજરાત માં આ દિશામાં કેટલુંક કાર્ય થયું છે. જનજાતિ વિસ્તારો માં શાળા નિર્માણ, તળાવ નિર્માણ જેવા નિર્માણ કાર્યો માટે ગ્રામસભા ને અધિકાર અપાયો છે. અમુક ક્ષેત્રો માં વન અધિકાર હેઠળ જમીન ના પટ્ટા પણ અપાયા છે.
મહારાષ્ટ્ર અને ઓરિસ્સા જેવા કેટલાક રાજ્યોએ આ સામુદાયિક વન અધિકાર – CFRR(Community Forest Resource Right ) આપવાની સાથે ગ્રામસભાઓ ને સામુદાયિક વન વિસ્તાર માટે માઇક્રો એક્શન પ્લાન તૈયાર કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડી છે. મહારાષ્ટ્રમાં કોમ્યુનિટી ફોરેસ્ટ મેનેજમેન્ટનો ડિપ્લોમા કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે, જે ગ્રામસભાઓને સક્ષમ કરે છે. ઓડિશા અને મહારાષ્ટ્રમાં જિલ્લા કક્ષાની કન્વર્ઝન સમિતિઓની સ્થાપના કરીને, તેમણે સમુદાયિક વન વિસ્તારના પુનર્નિર્માણ અને સંવર્ધન માટે ગ્રામસભાને તકનીકી અને આર્થિક સહાય આપવાનું શરૂ કર્યું
છે.આજની પહેલથી, ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ આ સામુદાયિક અધિકાર આપવાની કામગીરીને વેગ મળશે.
વનવાસી કલ્યાણ આશ્રમ, દેશના સમગ્ર જનજાતિ સમાજ, ખાસ કરીને જનજાતિ સમાજના જનપ્રતિનિધિઓ, સામાજિક નેતાઓ અને જનજાતિ સમાજના શિક્ષિત યુવાનોને અપીલ કરે છે કે તેઓ વન વિસ્તાર પર આધારીત જનજાતિ સમાજના ગામ, ટોળા, પડાસ, વસાહતોને એક સાથે લાવે, ગ્રામસભાઓ દ્વારા આ કાયદા હેઠળ સમુદાયિક વન સંસાધનો પર અધિકાર મેળવવા માટે યોગ્ય પ્રક્રિયા દ્વારા અરજી કરાવે. ગામોમાં જનજાગૃતિ કરી તેમને સંગઠિત કરી અને વન સંસાધનોના પુનર્નિર્માણ-સંવર્ધન કરતા કરતા વનો નું સંરક્ષણ કરે.એનાથી વનનાં વાતાવરણ અને જૈવવિવિધતાને રક્ષણ મળશે, ગ્રામીણ જનજાતિઓ માટે ઉપલબ્ધ સ્થાનિક આજીવિકા પણ સુરક્ષિત બનશે , જે થી પલાયન પણ અટકશે.
જનજાતિ કલ્યાણ આશ્રમ, ગુજરાત રાજ્ય સરકાર ને પણ આહ્વાન કરે છે કે આજની સંયુક્ત માર્ગદર્શિકા મુજબ, રાજ્યમાં વન અને જનજાતિ વિભાગો મળીને આ સમુદાયિક વન સંસાધનોના અધિકારને ને રાજ્યના દરેક ગામ – ગ્રામસભા સુધી પહોંચાડે. ગ્રામસભાને મજબુત બનાવીને તેમને તકનીકી અને આર્થિક સહાય આપે જેથી સંપૂર્ણ જનજાતિ સમાજ સ્વાવલંબી અને સ્વાભિમાની બની શકે.
ગાંધીજીનો ગ્રામ સ્વરાજનો વિચાર, પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું અંત્યોદયનું સ્વપ્ન અને આજના વડા પ્રધાનનો
આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આ પ્રકારની નીતિઓનું પાલન કરીને જ સાકાર થશે. વન મંત્રાલય અને રાજ્યના વન વિભાગોએ આ માટે વધુ સકારાત્મક, વધુ સક્રિય રીતે કામ કરવું પડશે.